Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

જામનગરના ખિમરાણાની યુવતી લગ્નનાં 10 દિ પહેલા જ ગુમ

કંકોત્રી આપવા ગઇ ને પછી ઘરે પરત નથી ફરી!

જામનગર તાલુકા ના ખિમરાણા ગામ માં રહેતી 24 વર્ષીય યુવતી અચાનક ગુમ થઈ જવાની ઘટના સામે આવી છે, જેના કારણે પરિવારજનો માં ચિંતા ફેલાઈ છે.મળતી માહિતી મુજબ, ગુમ થયેલ યુવતી કૃપાલિબા ઈન્દ્રસિંહ જાડેજા ધ્રોલની એક ક્ધયા છાત્રાલયમાં ફરજ બજાવે છે. આગામી 10 મી તારીખે તેણી ના લગ્ન પોતાના જ ગામના યુવક સાથે નક્કી કરવામાં આવ્યા હતા.ગત તા.

27 મી ના રોજ કૃપાલિબા એ પોતાના ઘરે થી ધ્રોળ પોતાની લગ્ન ની કંકોત્રી આપવા જવાનું છે તેમ કહીને નીકળી હતી, ત્યારબાદ તે પરત ફરી નથી. પરિવારજનોએ સગા-સંબંધીઓ સહિત તમામ સંભવિત સ્થળોએ શોધખોળ કરી છતાં તેનો કોઈ પતો લાગ્યો નથી.યુવતી નો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ હોવાથી તેણીના લોકેશન અંગે કોઈ માહિતી મળી શકી નથી.આ અંગે યુવતીના પિતા ઈન્દ્રસિંહ અમરસિંહ જાડેજા એ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુમ નોંધ તરીકે કેસ નોંધ્યો છે, અને યુવતીના કોલ ડીટેલ રેકોર્ડ (સી.ડી.આર.) સહિત ટેકનિકલ આધારે તપાસ શરૂ કરી છે.હાલ પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે, અને યુવતીનો પતો લગાવવા માટે પ્રયાસો તેજ બનાવવામાં આવ્યા છે. એ.એસ.આઇ. એસ.જી. જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati