Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાશે શ્રાવણી મેળો : સ્ટેન્ડીંગમાં મંજૂરી

જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાશે શ્રાવણી મેળો : સ્ટેન્ડીંગમાં મંજૂરી

ફાયર શાખા માટે વોટર રેસ્કયુ બોટ, ટેન્ટ, રાફટ સાધનોની ખરીદી માટે રૂ. 2.09 કરોડનો ખર્ચ મંજૂર

જામનગર ના પ્રદર્શન ગ્રાઉન્ડ માં શ્રાવણી મેળા માટે નો સ્ટેન્ડિંગ કમિટી એ શુક્રવારે નિર્ણય લીધો છે.શુક્રવારની બેઠક માં કુલ રૂ. 3 કરોડ 30 લાખ ના ખર્ચ ને કિમિટી એ મંજૂરી આપી હતી. જામનગર મહાનગરપાલિકા ની સ્ટેન્ડિંગ કમીટી ની મીટીંગ તા.24 ના રોજ ધીરેનકુમાર પી.

મોનાણી ના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેમાં કુલ 12 સભ્યો ઉપરાંત મેયર મોનીકાબેન વ્યાસ, ડે. મેયર રાકેશભાઈ ડેર, કમિશ્નર દિપેશ કેડીયા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, આસી. કમિશ્નર (વ.) મુકેશભાઈ વરણવા આસી. કમિશ્નર (ટે.) જીજ્ઞેશભાઈ નિર્મલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર શહેરના રોડના પોટહોલને કોલ્ડ ઈમલસન ઈન્જેકશન પોટહોલ પેચીંગ મશીન મીકેનીકલ મેથડ થી રીપેર કરવાનું કામ (સને 2025-26) અંગે કમિશ્નર ની 2જુ થયેલ દરખાસ્ત અન્વયે રૂા. 1.21 કરોડ ના ખર્ચ ને બહાલી આપવામાં આવી હતી. પશુ નિયંત્રણ અને અંકુશ વિભાગ (કેટલ ન્યુસન્સ ક્ધટ્રોલ ડીપાર્ટમેન્ટ સી.એન.સી.ડી.) માટે ની જગ્યા નું મહેકમ મંજુર કરવા અંગે ની દરખાસ્ત ની ભલામણ સાથે જનરલ બોર્ડ માં મુકવા નું મંજુર રખાયું હતું.
આ ઉપરાંત બે દરખાસ્તો અધ્યક્ષ સ્થાને થી રજૂ કરવામાં આવી હતી. જેમાં આગામી શ્રાવણી મેળો પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણ વદ પાંચમ થી અમાસ સુધી એટલે કે તા. 01-09-2026 થી તા. 11-09-2026 એમ 11 દિવસ માટે આયોજન કરવા નું મંજુર કરાયું હતું.જ્યારે અધ્યક્ષ સ્થાને થી બીજી રજૂ થયેલ દરખાસ્તમાં ફાયર શાખા માટે વોટર રેસ્કયુ બોટ , રેસ્કયુ પ્લેટફોર્મ , ટેન્ટ , રાફટ અન્ય સાધનો વગેરે ની ખરીદી માટે રૂા. 2.09 કરોડ નો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો આમ આ બેઠકમાં કુલ રૂપિયા 3 કરોડ 30 લાખ ના ખર્ચ ને મંજૂરી આપવામાં આવી હતી જ્યારે ચા કોફી સહિત ના અન્ય લાખો રૂપિયા ના ખર્ચ ફક્ત જાણે અર્થે રજૂ થયા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati