Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જામનગરના શેખપાટ ગામના સીમ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન ઝડપાયું

જામનગરના શેખપાટ ગામના સીમ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન ઝડપાયું

40 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

જામનગર થી નજીકના શેખપાટ ગામની સીમમાં ગેરકાયદે ખનન થતું હોવાની માહિતીના આધારે ભૂસ્તરશાસ્ત્રી ની સૂચના થી તપાસ હાથ ધરાઈ હતી. ખાણ ખનીજ વિભાગની ટીમે આજે પાડેલા દરોડામાં બિનઅધિકૃત રીતે મોરમ ખનિજનું ખનન અને વહન ઝડપાયું હતું.આથી તપાસ ટીમ દ્વારા એક ટ્રક અને એક જેસીબી મશીન જપ્ત કરવામાં આવ્યું હતું.આમ અંદાજે રૂ.40 લાખ નો મુદ્દામાલ કબ્જે લેવાયો છે.

તપાસ ટીમ દ્વારા સ્થળ નું પંચનામું કરી ને મુદ્દામાલ નજીકના પોલીસ સ્ટેશન ખાતે સોંપાયો હતો. આ કામગીરી ખાણ ખનીજ કચેરીના નિખીલભાઈ, આનંદભાઈ, નૈતિકભાઈ અને રજનીકાંતભાઈ ની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati