" કયારનો બોલાવુ છું, સાંભળતો કેમ નથી કહી માર માર્યો: ભક્તિનગરમાં ફરિયાદ રાજકોટ તા.4: રાજકોટના જંગલેશ્વરની અંકુર સોસાયટીમાં રહેતા અને મજૂરી કરતા જુશબભાઈ દાઉદભાઈ કુરેશી ઉ.47એ તવક્કલ ચોકમાં રહેતા યાસીન ઉર્ફે ટમલો સમા સામે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત બપોરે હું મારી રીક્ષા લઈ જંગ્લેશ્વર પ્રણામી ચોકમાં આવેલ પાણીના પરબે પાણી ભરવા ગયો હતો ત્યારે આશીફ ગંધારાનો ભાઈ યાસીન ઉર્ફે ટમલો સમા તથા સાહીલબાપુ તથા બીજા બે અજાણ્યા માણસો ત્યા બેઠા હતા અને હું પાણી ભરીને પરબવાળી જગ્યાની સાફ સફાઈ કરતો હતો ત્યારે આ યાસીને મને રાડ પાડીને બોલાવ્યો હતો પરંતુ હું ઉતાવળમા હોય જેથી મે જવાબ આપેલ નહી, અને હું પરબની સાફ સફાઈ કરવા લાગ્યો હતો તે દરમિયાન અચાનક આ યાસીન ચાલીને મારી પાસે આવેલ અને મને કહેવા લાગેલ કે બેરા હું કયારનો બોલાવુ છું તો સાંભળતો કેમ નથી તેમ કહી ઉશ્કેરાઈ જઈ નેફામાથી છરી જેવુ હથીયાર કાઢી મને મોઢાના જમણી બાજુ ગાલના ભાગે મારી દીધેલ અને મને લોહી નીકળવા લાગતા મે દેકારો કરતા યાસીન ત્યાથી ભાગી ગયો હતો અને મે 112માં ફોન કરતા પોલીસની ગાડી આવતા મે મારા દીકરા તાજમહમદને ફોન કરી બોલાવતા મારો દીકરો આવી જતા મને એક્ટીવામા બેસાડી સિવિલ હોસ્પીટલ ખાતે સારવારમા લઈ ગયો હતો અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.
