શોભાયાત્રામાં જોડાનાર શ્રધ્ધાળુઓનું સમિતિ દ્વારા સ્વાગત કરાશે
વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આગામી ભવ્ય શ્રીકૃષ્ણ જન્માષ્ટમી શોભાયાત્રાને લઈને તૈયારીઓને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે. શોભાયાત્રામા પધારેલા મહાનુભાવો અને ક્રુષ્ણ ઘેલા ભક્તોના ભવ્ય સ્વાગત અને સન્માન માટેની વ્યવસ્થાને સુચારુ રીતે પાર પાડવા માટે સમીતીના ધર્માધ્યક્ષ ભક્તિ પ્રકાશદાસજી મહારાજના આશિર્વાદ સાથે માર્ગદર્શક સમીતીના સભ્યો ઉપરાંત સમીતીના અધ્યક્ષ રાજાભાઇ (વાવડી), ધર્મયાત્રા અધ્યક્ષ ધર્મેંદ્રસિંહ વાળા, કાર્યકારી અધ્યક્ષ તિર્થરાજસિંહ ગોહિલ તથા સમીતીના ઇનચાર્જ પરેશભાઇ રુપારેલીયા દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક કરવામાં આવી છે.
સ્વાગત સમિતિની રચના થતાં જ માતૃશક્તિ અને દુર્ગાવહીની ના બહેનો કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. સ્વાગત સમિતિ દ્વારા શહેરના ખુણે ખૂણામાં બહેનો દ્વારા ચલાવવામાં આવતા મંડળો અને સંસ્થાઓ જેમાં ધૂળ મંડળો, સેવા મંડળો, ગરબી મંડળો, શેરી મંડળો ઉપરાંત ધાર્મિક અને સામાજિક મંડળો નો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી શોભાયાત્રામાં તમામને જોડવાનો પ્રયાસ કરવામાં આવશે તેમ સ્વાગત સમિતિના સયોજિકા ડો. મનિષાબેન પંડ્યા તથા સોનલબેન ચારણીયાએ જણાવ્યું હતું. શોભાયાત્રામાં જોડાનારા તમામ ધર્મપ્રેમી અને કૃષ્ણ ઘેલા ભાઈઓ તથા બહેનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે.
તમામને કંકુ ચાંદલા તથા ચોખાથી સ્વાગત કરીને તમામ મંડળોના આગેવાનોને ખેસ પહેરાવીને તથા ફુલહારથી તમામનું સ્વાગત સન્માન કરીને સમરસ અને સંગઠીત હિંદુ સમાજ ના નિર્માણ માટે ભગવાન શ્રી ક્રુષ્ણના ચરણોમા પ્રાર્થના કરવામા આવશે તેમ સ્વાગત સમિતિના સભ્યો ટીનાબેન પંચાસરા, વૈશાલીબેન ડોબરીયા, જ્યોતિબેન વ્યાસ, શીતલબેન ધામેલીયા, અંજુબેન પટેલ, ધર્મિષ્ઠાબેન સાકરીયા, મનિષાબેન કુંડલીયા એ જણાવ્યું હતું. સ્વાગત સમીતીના બહેનો દ્વારા ધર્મસભા સ્ટેજ સુશોભન, ફ્લોટ સુશોભન, મુખ્ય રથ સુશોભન જેવી કામગીરીઓને પણ ઉત્સાહ પુર્વક નવિન વિચારો સાથે સમયસર પુર્ણ કરવામા આવશે તેમ દેવાંશોબા વાઢેર, ભુમીબેન મહેતા તથા કવીતાબેન બડગુજરે જણાવ્યુ હતુ. આ સાથે રથયાત્રા સ્વાગત સમિતિમાં જોડાયેલા અન્ય બહેનો પણ ઉત્સાહપૂર્વક કાર્યરત છે. જેમાં જ્યોતિબેન પંડ્યા, ભાવનાબેન કલોલા, હંસાબેન સાપરિયા, જયશ્રીબેન વ્યાસ, સાક્ષીબેન ધામેલીયા, વંદનાબેન સેજપાલ, સપનાબેન પારવાણી, તેજલબેન ત્રિવેદી, પૂજાબેન દાવડા, ભાવનાબેન લીડીયા, ચાર્મીબા પરમાર, પૂજાબેન રાવલ, રાણીબેન ચૌહાણ, હંસાબેન ગોંડલીયા, તૃપ્તિબેન શુક્લા, શોભાબેન આશરા, ખુશાલીબેન કુબાવત, મિસ્ટી બેન સામાણી, પલવીબેન, વિશ્ર્વાબેન પાબારી, નીતાબા ઝાલા, નયનાબેન રાવલ વગેરે બહેનો દ્વારા વિવિધ ક્ષેત્રોમાં સંપર્કો કરવામાં આવી રહ્યા છે તેમજ શોભાયાત્રાના સ્વાગતને વધુ આકર્ષક, ભવ્ય અને યાદગાર બનાવવા માટે અનેક નવતર અને સર્જનાત્મક વિચારો સાથે આયોજન કરવામાં આવી રહ્યું છે.

