Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જન્માષ્ટમીની ઉજવણી રેશનકાર્ડ ધારકો માટે બે સ્વાદ બનશે : ખાંડ ગાયબ થઈ

જન્માષ્ટમીની ઉજવણી રેશનકાર્ડ ધારકો માટે બે સ્વાદ બનશે : ખાંડ ગાયબ થઈ

કસ્ટેન્શન પિરિયડમાં સરકારે ખાંડને બાકાત રાખી દીધી સપ્ટેમ્બર માસ માટે ખાંડના જથ્થાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન જનરેટ ન થતાં 35 ટકા પરવાનેદારોને ખાંડનો જથ્થો નથી મળ્યો

હાલ સતત ખાંડના ભાવ વધી રહ્યા છે. તો બીજી બાજુ રાજ્યમાં સ્તા અનાજની દુકાનો મારફતે વિતરણ કરવામાં આવતા રેશનિંગના જથ્થામાં ઓનલાઈન પોર્ટલની ખામી સામે આવી છે. સપ્ટેમ્બર માસ માટે ખાંડના જથ્થાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ચલણ જનરેટ ન થવાને કારણે રાજ્યના આશરે 35 ટકા જેટલા દુકાનદારો ખાંડનો જથ્થો મેળવી શક્યા નથી.

આગામી સમયમાં દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના કાર્ડધારકોને ખાંડ નહીં મળે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેને લઈને 'ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન' દ્વારા સરકાર સમક્ષ ઉગ્ર નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના મહામંત્રી હિતુભા જાડેજાએ વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ખાંડનું વિતરણ કરવાનું હોય ત્યારે તેના 15 દિવસ અગાઉથી પરમિટ આપવા, ચલણ જનરેટ કરવા અને ગોડાઉનથી દુકાન સુધી જથ્થો પહોંચાડવાની પ્રક્રિયા થતી હોય છે. સપ્ટેમ્બર માસ માટે 21 થી 25 ઓગસ્ટ દરમિયાન દુકાનદારોએ પૈસા ભરીને ઓનલાઈન ચલણ જનરેટ કરવાનું હતું.

પરંતુ, ટૂંકી મુદ્દત અને સર્વરની ખામીના કારણે રાજ્યના 35 ટકા જેટલા દુકાનદારો આ પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા ન હતા. ત્યારબાદ સરકારે ચલણ ભરવાની મુદ્દત વધારીને 25 થી 31 ઓગસ્ટ સુધીની કરી હતી. પરંતુ આશ્ર્ચર્યજનક રીતે, આ એક્સટેન્શન પીરિયડમાં સરકારે 'ખાંડ'ને બાકાત રાખી દીધી હતી. જેના પરિણામે જે 65 ટકા દુકાનદારોએ પહેલા ચલણ ભરી દીધા હતા.

તેમને સપ્ટેમ્બર માસમાં ખાંડ મળશે, જ્યારે બાકીના 35 ટકા દુકાનદારોની દુકાને ખાંડનો પુરવઠો પહોંચશે નહીં. આનો સીધો અર્થ એ થાય છે કે એક જ શહેરમાં કે એક જ વિસ્તારમાં આવેલી બે અલગ-અલગ દુકાનોમાંથી એક જગ્યાએ ગ્રાહકોને ખાંડ મળશે, જ્યારે બીજી જગ્યાએ ગ્રાહકોએ ખાલી હાથે પરત ફરવું પડશે. આગામી મહિનાઓમાં દિવાળી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે. આ સમયગાળામાં ગરીબ પરિવારો માટે મીઠાઈ બનાવવાનું અને ખાવાનું વિશેષ મહત્વ હોય છે.

રાજ્ય સરકાર પોતાની કલ્યાણકારી યોજનાઓ હેઠળ બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને રાહત દરે દાળ, ચણા, મીઠું, તેલ અને ખાંડ આપે છે. હિતુભા જાડેજાએ આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે, "હાલમાં ખુલ્લા બજારમાં ખાંડનો ભાવ બમણાથી વધુ થઈ ગયો છે, એટલે કે ખાંડ ગરીબો માટે ખૂબ જ 'કડવી' બની ગઈ છે. આવા સમયે ગરીબોને મોઢેથી સરકાર ખાંડ ઝુંટવી લેવા માંગતી હોય તેવો ઘાટ ઘડાયો છે. જો બજારમાં કોઈ વસ્તુના ભાવ વધે તો સરકારે રેશનિંગ વ્યવસ્થા દ્વારા ગરીબોને તે પૂરી પાડવી જોઈએ, તેના બદલે અહીં વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે." આંકડાકીય માહિતી આપતા હિતુભાએ જણાવ્યું હતું કે, એકલા રાજકોટ શહેરમાં અંદાજે 175 અને રાજકોટ જિલ્લામાં 700 જેટલી સસ્તા અનાજની દુકાનો આવેલી છે. આ ખામીના કારણે રાજકોટ જિલ્લાના અંદાજે 50,000 જેટલા રેશનકાર્ડ ધારકો ખાંડ મેળવવાથી વંચિત રહી શકે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati