અમરેલી જિલ્લાના કાર્યક્ષેત્ર તળે આવતા તમામ મત્સ્ય ઉતરાણ કેન્દ્ર ના જથ્થા બંધ તથા છુટક માછલી વેચાણ તથા માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા બોટ અને હોડી માલિકો, છૂટક તેમજ જથ્થાબંધ માછલીના વેપારીઓ અને ફિશ પ્રોસેસરો માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ સહાય યોજનાઓમાં અરજી કરવાની વધુ એક તક આપવામાં આવી છે. ઓછી સંખ્યામાં અરજીઓ પ્રાપ્ત થતાં આઈ-ખેડૂત 2.0 પોર્ટલ તા.1 જુલાઈ, 2026થી ફરી શરૂ કરવામાં આવ્યું છે.
માછીમારી ક્ષેત્રના આધુનિકીકરણ અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય તે હેતુથી યોજના એફ.એસ.એચ.-7(103/01) હેઠળ વિવિધ સાધનો અને સુવિધાઓ માટે બોટ-હોડી માલિકો, માછલી વેપારીઓ છુટક તથા જથ્થાબંધ મચ્છી વેચાણ કરનાર અને ફિશ પ્રોસેસરોને ઓનલાઈન અરજી કરવાની વધુ એક તક આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાઓનો લાભ મેળવવા માટે પાત્ર લાભાર્થીઓએ નિયત સમયમર્યાદામાં આઈ-ખેડૂત 2.0 પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી ફરજિયાત રહેશે.આ યોજનાઓ હેઠળ ટુ-સ્ટ્રોક અને ફોર સ્ટ્રોક ઓ.બી.એમ. એન્જિન, આઈસ પ્લાન્ટ, ઓ.બી.એમ.બોટ રિપ્લેસમેન્ટ, જમ્બો પ્લાસ્ટિક ક્રેટ,ટ્રોલર, ડોલનેટર, ગીલનેટર, હૂક એન્ડ લાઈન, વિવિધ પ્રકારની જાળે, ડીપ ફ્રીઝર, મરીનએન્જિન, ફિશપ્રોસેસિંગ પ્લાન્ટ અપગ્રેડેશન, ફાઈબર રોપ, મધર વેસલ, ઇન્સ્યુલેટેડ બોક્સ, સોલાર પેનલ, મેન્યુઅલ હેન્ડલિંગ સ્ટેકર, લાઈફબોટ વિથ એન્સિલરી ઈક્વિપમેન્ટ તેમજ વેલ્યુ એડેડ મશીનરી સહિતના અનેક ઘટકો માટે સહાય ઉપલબ્ધ છે.માછીમારી ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલી આ યોજનાઓનો લાભ વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે સરકાર દ્વારા ફરી અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેથી અગાઉ કોઈ કારણસર અરજી ન કરી શકેલા પાત્ર લાભાર્થીઓ હવે ફરીથી અરજી કરી શકશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાફરાબાદ ના તમામ પાત્ર બોટ અને હોડી માલિકો, માછલી વેપારીઓ તથા ફિશ પ્રોસેસરો ને આ તકનો લાભ લઈ નિયત સમયમર્યાદામાં આઈ-ખેડૂત 2.0 પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની જાફરાબાદ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયમક ની કચેરી દ્વારા પરિપત્ર દ્વારા સાગરખેડૂ જાણ કરવામાં આવી છે.
