વહીવટી તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જુએ છે ?
જાફરાબાદ રાજુલા રોડ ઉપર મસમોટા ખાડાઓના કારણે અનમોલ માનવ જીંદગી અકસ્માતમાં મોત ને ભેટે તે પહેલા પી. ડબલ્યુ પડેલા મસમોટા ખાડા પુરવામાં આવશે..??? તેવો પ્રશ્ર્ન લોકોએ પૂછ્યો છે.
જાફરાબાદ થીં રાજુલા જતા રોડ ઉપર પડ્યા મસમોટા ખાડા-વાહન ચાલકો પરેશાન-તંત્ર નિંભર હોય તેવું લાગી રહ્યું છે.
આ પડેલા મસમોટા ખાડા રાત મધરાતે વાહન ચાલકો ને દેખાતા ન હોવાથી કોઈ ગંભીર અકસ્માત સર્જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. ટુ વ્હીલર ચાલકો આ પડેલા મસમોટા ખાડા ના કારણે ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. પરંતુ માર્ગ મકાન વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં પોઢી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ પડેલા મસમોટા ખાડાઓ ના કારણે ન કરે ને કોઈ ગંભીર અકસ્માત માં કોઈ અનમોલ માનવ જીંદગી છિનવાઈ જાય તો જવાબદારી કોની..??
પી. ડબલ્યુ ડી દ્વારા જ્યારે જ્યારે ખાડા ઓ પણ પુરવામાં આવે ત્યારે મસમોટી કપચીઓ રોડ ઉપર પથરાયેલી હોવાથી વાહનચાલકો માં અકસ્માત ની ભીતી સેવાઈ રહી છે. પરંતુ માર્ગ મકાન વિભાગની રસ્તાઓની હાલત ગંભીર બનતી જાય છે અને રોજાના અકસ્માતો સર્જાતા તેમાં નિર્દોષ લોકોના મોત થઈ જાય છે,બિસ્માર માર્ગોના કારણે વાહન ચાલકો વાહન ઉપરનો અંકુશ ખોઈ બેસતા ગંભીર અકસ્માતો સર્જાય છે અને અ કાળે લોકોના મોત થઈ જાય છે અને આ બાબતે જવાબદારો સમક્ષ વારંવાર તેમના પેટનું પાણી હલતું નથી. શું આ પડેલા મસમોટા ખાડા કોઈ ગંભીર અકસ્માત નોતરે તે પહેલા કુંભકર્ણ નિંદ્રામાં સુતેલું તંત્ર ધ્યાન ઉપલ લઈ તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવશે કે પછી હોતા હૈ ચલતા હૈ તેવુ અપનાવામાં આવશે?.

