Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જેતપુરના ખીરસરા ગામે આઠ વર્ષથી ક્લિનીક ચલાવતો નકલી તબીબ ઝડપાયો

જેતપુરના ખીરસરા ગામે આઠ વર્ષથી ક્લિનીક ચલાવતો નકલી તબીબ ઝડપાયો

10 ચોપડી ભણેલો શખ્સ અનુભવના આધારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો તો

જેતપુર તાલુકાના ખીરસરા ગામમાં ડિગ્રી વિના છેલ્લા આઠ વર્ષથી એલોપેથિક તબીબ તરીકે પ્રેક્ટિસ કરતા બોગસ તબીબને રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે. ખીરસરા ગામમાં એક મકાનમાં છેલ્લા આશરે આઠ વર્ષથી નામ વિનાનું ક્લિનિક ચલાવી શખ્સ દર્દીઓની સારવાર કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમ જેતપુર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખીરસરા ગામમાં ડિગ્રી વિના એક નરેશ રાણાપરિયા નામનો શખ્સ એલોપેથિક તબીબ તરીકે પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી મળી હતી. આથી ટીમે ખીરસરા ખાતે આવેલા ક્લિનિકમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન નરેશ શાંતિભાઇ રાણપરિયા એલોપેથિક પ્રેક્ટિસ કરતો મળી આવ્યો હતો.ક્લિનિકમાં એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, એન્ટિબાયોટિક દવાઓ, સ્ટિરોઇડ ડ્રગ્સ તથા મેડિકલ પ્રેક્ટિસને લગતા સાધનો રાખવામાં આવ્યા હતા. પોલીસે ફાર્મા કંપનીની દવાઓ, ઇન્જેક્ટેબલ્સ અને સાધનો રૂૂ.14,102ના તથા રૂૂ.2,260 રોકડા મળી કુલ રૂૂ.16,362નો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાજકોટ જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી એસઓજીના પી.આઈ એફ.એ.પારગી, પીએસઆઈ જી.જે.ઝાલા, પી.બી.મિશ્રા, એ.એસ.આઇ. પરબતભાઇ શામળા, પિયુષભાઇ અઘેરા, નૈમિષભાઇ મહેતા,ચિરાગભાઇ કોઠીવાર, રઘુભાઇ ત્રક્ટા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati