સંશોધન અને પ્રાયોગિક તાલીમનું અગ્રણી કેન્દ્ર
શિક્ષણ ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તે જ્ઞાન સાથે સેવા, સંવેદના અને સમાજપ્રત્યેની જવાબદારી પણ શીખવે. સદી જૂના ગૌરવશાળી વારસા સાથે કાર્યરત કામધેનુ યુનિવર્સિટી સંચાલિત પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જૂનાગઢ આજે રાજ્યના અગ્રણી વેટનરી શિક્ષણ કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. આધુનિક શૈક્ષણિક સુવિધાઓ, સંશોધન આધારિત અભ્યાસ, અનુભવી ફેકલ્ટી, અદ્યતન પશુ હોસ્પિટલ અને વિશાળ પશુ ઉચ્છેર કેન્દ્રના સમન્વયથી આ સંસ્થા વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય શિક્ષણ અને ઉજ્જવળ કારકિર્દી માટે સશક્ત બનાવી રહી છે.
મહાવિદ્યાલયના આચાર્ય ડો. એમ.ડી. ઓડેદરાના જણાવ્યાનુસાર જૂનાગઢનું પશુ ઉચ્છેર કેન્દ્ર દેશના સૌથી જૂના અને વિશાળ ગીર ગાય સંવર્ધન કેન્દ્રોમાંનું એક છે. ઈ.સ. 1920માં તત્કાલીન જૂનાગઢના નવાબ દ્વારા સ્થાપિત આ કેન્દ્ર આજે લગભગ 184 હેક્ટર વિસ્તારમાં ગીર ગાય અને જાફરાબાદી ભેંસોના સંવર્ધન માટે રાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ધરાવે છે. સમયાંતરે ગુજરાત સરકાર, ગુજરાત કૃષિ યુનિવર્સિટી અને હાલમાં કામધેનુ યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ આ સંસ્થા સતત વિકાસના નવા સોપાનો સર કરી રહી છે.
ડો. ઓડેદરાએ જણાવ્યું કે મહાવિદ્યાલયમાં દર વર્ષે વેટનરી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ધોરણો મુજબ 100 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે, જેમાં દભશ ક્વોટા અનુસાર 15 ટકા બેઠકો અને 85 ટકા બેઠકો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અનામત છે. અહીં ઇ.ટ.જભ. અ.ઇં., ઇ.ઋ.જભ., ઇ.ઝયભવ. (ઉફશિુ ઝયભવક્ષજ્ઞહજ્ઞલુ) ઉપરાંત અનુસ્નાતક અને ઙવ.ઉ. સુધીના અભ્યાસની સુવિધા ઉપલબ્ધ છે. ઇ.ટ.જભ. અ.ઇં.માં પ્રવેશ માટે ગઊઊઝ ફરજિયાત છે, જ્યારે અન્ય અભ્યાસક્રમોમાં યુનિવર્સિટીના નિયમો મુજબ પ્રવેશ આપવામાં આવે છે. અહીં ડિજિટલ ક્લાસરૂમ, સમૃદ્ધ લાયબ્રેરી, અદ્યતન પ્રયોગશાળાઓ, કોન્ફરન્સ હોલ, સંશોધન વિભાગો અને ફિલ્ડ ટ્રેનિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓને પ્રાયોગિક અનુભવ મળે તે માટે પશુ હોસ્પિટલ, પશુ ઉચ્છેર કેન્દ્ર અને વિવિધ સંશોધન એકમોમાં નિયમિત તાલીમ આપવામાં આવે છે. સાથે જ પ્લેસમેન્ટ માર્ગદર્શન, કારકિર્દી કાઉન્સેલિંગ, નિષ્ણાતોનું માર્ગદર્શન તથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે.
આચાર્ય ડો. એમ.ડી. ઓડેદરાએ વિદ્યાર્થીઓ અને વાલીઓને કામધેનુ યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયા મુજબ સમયસર ઓનલાઈન અરજી કરવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, જૂનાગઢ વેટનરી કોલેજ ગુણવત્તાસભર શિક્ષણ અને પ્રયોગાત્મક તાલીમ દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે સશક્ત બનાવી રહી છે.

