Dailyhunt
કલ્યાણપુર પાસે છકડો રીક્ષાએ ઠોકરે લેતા બાઇક ચાલકનું મોત

કલ્યાણપુર પાસે છકડો રીક્ષાએ ઠોકરે લેતા બાઇક ચાલકનું મોત

પુત્રીના એડમીશન માટે જતા યુવાનને કાળનું તેડુ આવી ગયું

કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામે રહેતા સામતભાઈ ભાયાભાઈ જાદવ નામના 41 વર્ષના યુવાન કલ્યાણપુર ખાતે આવેલી કે.જી.બી.વી. ગર્લ્સ સ્કુલમાં તેમની પુત્રીનું એડમિશન લેવા માટે શનિવારે પોતાના જી.જે. 10 એ.એસ. 8973 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે કલ્યાણપુરથી આશરે ચાર કિલોમીટર દૂર પાનેલી ગામના પાટીયાથી દેવરીયા ગામના પાટીયા તરફ પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે.

10 વાય. 3906 નંબરના એક છકડા રીક્ષાના ચાલકે સામતભાઈના મોટરસાયકલને ઓવરટેક કરવા જતા આ છકડા રીક્ષા બાઈકની એક સાઈડમાં ટકરાયો હતો.
જેથી ફંગોળાઈ ગયેલા સામતભાઈ જાદવને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ સાથે છકડા રિક્ષામાં બેઠેલા અન્ય મુસાફરોને પણ ઈજાઓ થતા કલ્યાણપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના અંગે કલ્યાણપુર પોલીસે મૃતકના નાનાભાઈ ચનાભાઈ ભાયાભાઈ જાદવ (ઉ.વ. 39, રહે. ટંકારીયા) ની ફરિયાદ પરથી છકડો રીક્ષાના ચાલક સામે બી.એન.એસ. અને એમ.વી. એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે.
સલાયાના બે માછીમારો સામે કાર્યવાહી
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા અકબર અજીજ ભગાડ અને હુસેન ઈસ્માઈલ બોલાઈ નામના બે માછીમાર દ્વારા પોતાની ફિશિંગ બોટ યાંત્રિક માછીમારી વહાણમાં આકસ્મિક જરૂરિયાત માટે સઢ (સેઈલ)ની વ્યવસ્થા નહીં રાખીને કાયદાનું ઉલ્લંઘન કરવા સબબ આ બંને માછીમારો સામે સલાયા મરીન પોલીસ મથકમાં ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા હેઠળ ગુનો નોંધાયો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati