Dailyhunt

કામવગર બહાર ન નીકળવું, : આકરો તાપ પડતા આરોગ્ય વિભાગની માર્ગદર્શીકા લીંબુ પાણી પીવા અને જરૂર જણાય તાકિદે આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવા સુચન

રાજકોટમાં છેલ્લા સપ્તાહમાં જોરદાર ગરમી અને તડકા પડયા છે. મતદાન પણ કાળઝાળ તાપ વચ્ચે થયું છે. ત્યારે રાજકોટ મ્યુનિ. કોર્પોરેશને આચારસંહિતા ઉઠયા બાદ ગરમીમાં રક્ષણ માટે લોકોને સાબદા કર્યા છે. ડિહાઇડ્રેશનથી બચવા અને જરૂર જણાય તો તુરંત આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા સલાહ આપી છે. શહેરની જાહેર જનતાને આગામી દિવસોમાં ગરમી વધવાની આશંકાને ધ્યાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી બાબતો ધ્યાને લેવા માટે આરોગ્યલક્ષી સલાહ આપવામાં આવી છે.

લોકોએ આ મુજબની સલાહનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. હાઇડ્રેટેડ રહો, જ્યારે પણ શક્ય હોય ત્યારે પુરતું પાણી પીઓ. મુસાફરી કરતી વખતે પીવાનું પાણી સાથે રાખો. ઘછજનો ઉપયોગ કરો અને લીંબુ પાણી, છાસલસ્સી જેવા ઘરે બનાવેલા પીણાઓનું સેવન કરો બપોરે બહાર હોય ત્યારે વધુ મહેનતવાળી પ્રવૃત્તિઓ ટાળો.

ખુલ્લા પગે બહાર ન જાવ. દિવસના સૌથી ગરમ સમય દરમ્યાન રસોઈ કરવાનું ટાળો. તેમજ રસોઈ વિસ્તારમાં હવાની પુરતી અવરજવર થાય તે માટે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખો. આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોનેટેડ સોફટ ડ્રિંકસ અથવા વધુપ્રમાણમાં ખાંડવાળા પીણાં ટાળોજેશરીરને વધુ પ્રવાહીની ખોટ તરફ દોરી જાય છે અથવા પેટમાં દુ:ખાવો થઈ શકે છે. વધુ પ્રોટીનવાળો ખોરાક ટાળો અને વાસી ખોરાક ન ખાઓ. પાર્ક કરેલા વાહનમાં બાળકો અથવા પાલતુ પ્રાણીઓને એકલા રાખશો નહીં. વાહનની અંદરનું તાપમાન જોખમી બની શકે છે.લોકોમાં જો અશકિત, ચકકર, માથાનો દુ:ખાવો, ઉલ્ટી જેવા કોઇ પણ લક્ષણો દેખાય તો તરત જ નજીકના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલ ખાતે જઈ તબીબી સલાહ લેવા અને ઈમરજન્સીમાં 108 નો સંપર્ક કરવા જણાવાયું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati