Dailyhunt
કપાસિયા તેલના ભાવમાં રૂ. 10નો વધારો

કપાસિયા તેલના ભાવમાં રૂ. 10નો વધારો

પાસિયા તેલમાં આજે રૂ. 10નો વધારો જોવા મળ્યો છે. જ્યારે સિંગતેલ સહિતના અન્ય ખાદ્યતેલમાં ભાવમાં સ્થિર વલણ રહ્યું છે. મગફળી બજારમાં ભાવમાં પ્રમાણમાં ફેરફાર જણાતો હતો.ચણા બેસન બજારમાં સ્થિરતા હતી જ્યારે એરંડા બજારમાં પણ ભાવમાં સામાન્ય ફેરફાર જોવા મળ્યો છે. મગફળી
મગફળી બજારમાં આવકમાં વધારો જોવા મળ્યો છે અને ભાવમાં સ્થિર વલણ જણાતું હતું.

જૂનાગઢમાં 5,000 ગુણીની આવક હતી. જેમાં પિલાણના 27,500, જી 10 32,500, જી20 31,200 અને ટીજે 37 32,500 ઉપર જણાતા હતા. જ્યારે સિંગખોળ રૂ. 38,000 ઉપર રહ્યો હતો.
ખાદ્યતેલ
કપાસિયા તેલમાં રૂ. 10 વધેલા છે જ્યારે સિંગતેલ સહિત ખાદ્યતેલમાં ભાવમાં સ્થિર વલણ રહ્યું છે.
રાજકોટમાં સીંગતેલના ભાવ આજે 15 કિગ્રા ટીન 2975 - 3025, 13 કિગ્રા લેબલ ટીન 2675 - 2715, સાઈડ તેલોમાં કપાસિયા તેલ 15 કિગ્રા નવા ટીન 2570 - 2600, 13 કિગ્રા નવા ટીન 2300- 2330 ઉપર જણાઈ રહ્યા છે. વનસ્પતિ તેલ 2150 - 2190, પામોલિન તેલ રૂ. 2330 - 2335, કોપરેલ 4150 - 4250, દિવેલ 2310 - 2340, કોર્ન 2220 - 2240, મસ્ટર્ડ ઓઇલ 2340 - 2370 અને સન ફલાવરના ભાવ 2520 - 2540 ઉપર જણાતા હતા.
ચણા બેસન
ચણા બેસન બજારમાં સતત સ્થિરતા જોવા મળી રહી છે. ભાવમાં ખાસ ફેરફાર નહીં થતા વેપારીઓમાં પણ નિરાશા જોવા મળી છે.
એરંડા
એરંડા બજારમાં ભાવમાં સામાન્ય ફેરફાર જોવા મળ્યો છે. દિવેલના ભાવ 1335 - 1345 ઉપર નોંધાયા છે.
એરંડા બજારમાં સૌરાષ્ટ્રમાં 700 થી 800 ગુણીની આવક હતી જેના ભાવ 1240 થી 1280 રહ્યા હતા. જ્યારે ગુજરાતમાં 30,000 થી 35,000 ગુણીની આવક હતી જેના ભાવ 1290 થી 1305 રહ્યા હતા. મુખ્ય પીઠમાં જગાણા 1323, કડી 1325, કંડલા 1315, શાપુર 1325 - 1330 અને ગિરનારના ભાવ 1325 - 1330 ઉપર જોવા મળ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati