Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કોડીનાર કાદરી સૈયદ જમાત દ્વારા પોરબંદરના  શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધવા આવેદનપત્ર

કોડીનાર કાદરી સૈયદ જમાત દ્વારા પોરબંદરના શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધવા આવેદનપત્ર

પોરબંદર ના રહેવાસી સતાર હામદાણી ઉર્ફે (સતાર મોલાના) દ્વારા જાહેર મંચ પરથી સમગ્ર સૈયદ જ્ઞાતિને ટાર્ગેટ કરીને જ્ઞાતિ વિરુદ્ધ મનફાવે તેમ હલકી કક્ષાના, આક્ષેપ અને અપમાનજનક શબ્દો ઉચ્ચારવામાં આવતા કોડીનાર કાદરી સૈયદ જમાત દ્વારા આ અંગે આજે કોડીનાર પી.આઈ.ને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવી સતાર હામદાણી ઉર્ફે (સતાર મોલાના) વિરુદ્ધ ફરિયાદ નોંધી કડક કાર્યવાહી હાથ ધરવા માંગ કરી હતી.

કોડીનાર કાદરી સૈયદ જમાત ના પ્રમુખ સૈયદ જીલાનીબાપુ કાદરી ની આગેવાની હેઠળ આજે કાદરી સૈયદ જમાત સાથે અન્ય મુસ્લિમ સમાજે પણ રેલી સ્વરૂપે જોડાઈ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને જઈ કોડીનારના ાશ આઈ.એન.વી. હરિયાણી ને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગત તારીખ 20/07/2026 ના રોજ રાત્રે આશરે 10:00 વાગે પોરબંદરના વીરડી પ્લોટ વિસ્તાર ખાતે એક જાહેર પ્રોગ્રામ યોજાયેલ હતો. આ જાહેર પ્રોગ્રામમાં અબ્દુલ સતાર હામદાણી ઉર્ફે (સતાર મોલાના) દ્વારા જાહેર મંચ પરથી સમગ્ર સૈયદ જ્ઞાતિને ટાર્ગેટ કરીને જ્ઞાતિ વિરુદ્ધ મનફાવે તેમ હલકી કક્ષાના, આક્ષેપ અને અપમાનજનક શબ્દો ઉચ્ચારી સૈયદ કોમના પૂર્વજો (જેમની યાદમાં અમે મોહરમ અને તાઝિયા બનાવીએ છીએ અને જેમના પ્રત્યે સમગ્ર સમાજને અતુઠ શ્રદ્ધા છે) એની શાન વિરુદ્ધ શોભે નહીં તેવા અત્યંત અભદ્ર શબ્દો જાહેર મંચ પરથી બોલીને સમગ્ર સૈયદ સમાજની ધાર્મિક અને સામાજિક ભાવનાઓને ઊંડી ઠેસ પહોંચાડી આ ટિપ્પણીઓ નો વીડિયો પોતાની ઢજ્ઞીઝીબય ચેનલ "અબ્દુલ સતાર રજવી" પર કશદય પ્રસારિત કરી અને સોશિયલ મીડિયા પર વાયરલ કરાવી સમગ્ર સૈયદ સમાજનું ઘોર અપમાન કરી અને સમાજમાં નફરત તથા આપસી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કર્યો હોય આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવા માંગ કરી આવા ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકો અને બની બેઠેલા મોલવી કે જેને કીતાબ નું ઇલ્મ તેવા લોકો એહલે બેઈત કે જે અમારા પવિત્ર નબી ના ઘરાના માંથી આવે છે, તેની વિરુદ્ધ અપમાનજનક શબ્દો નું ઉચ્ચારણ કરી એક સમુહને ઉશ્કેરવાની કોશિશ કરતા હોય જે બાબતે યોગ્ય કરવા કોડીનાર મુસ્લિમ સમાજ વતી માંગ કરી હતી.
આ તકે કોડીનાર કાદરી સૈયદ જમાત ના પ્રમુખ સૈયદ જીલાનીબાપુ કાદરી,દાદાબાપુ કાદરી, રફીકબાપુ કાદરી,નગરપાલિકા સભ્ય અવેશબાપુ કાદરી, જીશાનભાઈ નકવી, સંજરબાપુ કાદરી સહિત ના સૈયદ સમાજ ના અગ્રણીઓ તેમજ અન્ય અગ્રણી આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati