Dailyhunt

માધવપુર વિસ્તારમાં સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં આરોપીને પડી 20 વર્ષની સજા

પોરબંદરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આપ્યો નોંધપાત્ર ચુકાદો: 36 જેટલા દસ્તાવેજી પુરાવા અને આઠ જેટલા સાહેદો તપાસવામાં આવ્યા

પોરબંદર નજીકના માધવપુર વિસ્તારમાં સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.
દક્ષાબેન ભરડા સાથે ફરીયાદીને ઘર જેવા સબંધ હોય જેથી દક્ષાબેનના ઘરે પ્રસંગોપાત કોઇપણ કામ કાજ હોય ત્યારે ફરીયાદીની સગીર વયની દીકરી ને તે લોકો બોલાવતા ત્યારે ભોગ બનનાર ત્યાં કામ-કાજ કરવા માટે જતી હતી ત્યારે દક્ષાબેનનો ભાઈ કપીલ ચુડાસમાં રહે.શીલ વાળા પણ તેની બહેનના ઘરે પ્રસંગમાં તથા અવાર-નવાર આટો મારવા આવતો હતો.

ભોગ બનનાર પાસેથી મોબાઇલ ફોન મળી આવતા ફરીયાદીએ ભોગ બનનારને મોબાઇલ ફોન ક્યાથી આવ્યો ? તેમ પુછતાં ભોગ બનનારે જણાવેલ કે દક્ષામામીના ભાઈ કપીલ ચુડાસમાએ મને મોબાઇલ ફોન આપેલ છે તથા તેણીએ મોબાઇલ ફોન લેવાની ના પાડતા આરોપીએ ધમકી આપેલ કે જો તું આ મોબાઇલ ફોન નહી લે અને મારી સાથે વાત નહી કરે તો હું તારા માતા-પિતાને મારી નાખીશ કે હું મરી જઇશ તેમ ધમકી આપતા તેણીને બીક લાગતા મોબાઇલ ફોન આરોપી પાસેથી લીધેલ હતો.
ત્યારબાદ ગઇ તા.15/04/2024 થી તા.30/04/2024 ના સમયગાળા દરમ્યાન માધવપુર ગામ કોરવા વિસ્તાર ફરીયાદીના રહેણાંક મકાને આ કામના આરોપીએ ફરીયાદીના ઘરમાં રાત્રીના પ્રવેશ કરી સગીર વયની દિકરીને ડરાવી-ધમકાવી મરજી વિરુધ્ધ એક થી વધારે વખત બળજબરી પુર્વક શરીરસંબંધ બાંધી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ.
જે અન્વયે ફરીયાદી દવારા માધવપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ જાહેર કરતા આરોપી વિરુધ્ધ પુરતા પુરાવા હોય તપાસ કરનાર અધિકારી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ હતુ.
આ કામે પ્રોસીકયુશન તરકે પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ બી. જેઠવા દવારા કુલ-8 જેટલા સાહેદો તપાસવામાં આવેલ તથા 36 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ રાખવામા આવેલ હતા તથા સરકાર તરફે દલીલો કરવામાં આવેલ હતી.
જે અનુસંધાને કોર્ટ દવારા રજુ કરવામાં આવેલ મૌખિક તથા દરવાવેજી પુરાવાઓ તેમજ બન્ને પક્ષોની દલીલો સાંભળી આ કામના આરોપી - કપીલકુમાર દેવાભાઈ ચુડાસમાને પોરબંદરના એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ પી.એચ.શર્મા દવાસ ગુનામાં તકસીરવાન હરાવી 20 વર્ષની સખત કેદની સજા તથા કુલ રૂ.40,500 નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવેલ છે. તેમજ આરોપી દવારા ભરવામાં આવેલ દંડની રકમમાંથી 25,000 ભોગ બનનારને વળતર પેટે ચુકવી આપવા અંગે પણ કુકમ કરવામાં આવેલ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati