સુરતથી વતન આદિત્યાણા આવીને ભર્યુ અંતિમ પગલુ
પોરબંદરના આધેડ સુરત વસવાટ કરતા હતા અને મગજની બીમારીથી કંટાળી ગયા હોવાથી આદિત્યાણા આવીને ઝેરી દવા પી લેતા તેમનું મોત થયુ છે.
મૂળ આદિત્યાણા ગામે વેકુરડી હનુમાનની બાજુમાં રહેતા તથા હાલ સુરતના અડાજણ ખાતે રહેતા સ્મીત કેશુભાઇ ઓડેદરાએ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં એવુ જાહેર કર્યુ છે કે કેશુભાઇ દેવશીભાઇ ઓડેદરા ઉ.વ.
54 છેલ્લા દોઢ વર્ષથી મગજની બીમારીથી પીડાતા હતા અને સારવાર લેવા છતાં દવા પીતા નહી હોવાથી મગજના પાછળના ભાગે લોહી પહોંચતુ ન હતુ. તેથી મગજના અસહ્ય દુ:ખાવાથી કંટાળી કેશુભાઇએ પોતાની મેળે ઝેરી દવા પી લીધી હતી. આદિત્યાણાની ગૌશાળાથી દળમાં જતા રસ્તે ગારીમાં તા. 7-6ના સાંજે 6 વાગ્યે દવા પી લેનાર કેશુભાઇને સારવાર માટે હોસ્પિટલે લવાયા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયુ છે.

