કોલ કરવા પર ૨૪ કલાક મળશે સુવિધાઓ
દૃેશભરમાં મહિલાઓની સુરક્ષા અને અધિકારો સુનિશ્ર્ચિત કરવા માટે ભારત સરકાર અને રાષ્ટ્રીય મહિલા આયોગ સતત કાર્યરત છે.
મહિલાઓને તાત્કાલિક મદૃદૃ અને સુરક્ષા પૂરી પાડવાના હેતુથી આયોગ દ્વારા એક નવી અને મહત્વની પહેલ કરવામાં આવી છે. હવે મુશ્કેલીના સમયે મહિલાઓ નવા હેલ્પલાઇન નંબર ૧૪૪૯૦ પર કૉલ કરીને ૨૪ કલાક મદૃદૃ મેળવી શકશે.
આ નંબર માત્ર કટોકટીના સમયે પોલીસ કે કાનૂની સહાય જ નહીં આપે, પરંતુ માનસિક કે અન્ય વ્યક્તિગત સમસ્યાઓમાં પણ યોગ્ય માર્ગદૃર્શન પૂરું પાડશે.
રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા શરૂ કરાયેલો આ નવો ટોલ-ફ્રી નંબર ૧૪૪૯૦ અઠવાડિયાના સાતેય દિૃવસ અને ૨૪ કલાક કાર્યરત રહેશે. સરકારી એજન્સી પીઆઈબી (ઁૈંમ્) ઇન્ડિયાએ પણ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ અંગેની વિગતો શેર કરી છે. જે મુજબ, કોઈપણ પ્રકારની િંહસા કે મુશ્કેલીનો સામનો કરી રહેલી મહિલાઓ આ નંબર પર સંપર્ક કરી શકે છે. આ નંબર દ્વારા તેઓ પોતાની ફરિયાદૃ ઓનલાઇન પણ નોંધાવી શકશે અને જરૂર પડ્યે તાત્કાલિક સહાય પણ મેળવી શકશે.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય મહિલા આયોગનો જૂનો હેલ્પલાઇન નંબર ૭૮૨૭૧૭૦૧૭૦ પહેલેથી જ કાર્યરત છે. પરંતુ કટોકટીના સમયે મહિલાઓને ઝડપથી અને સરળતાથી યાદૃ રહી જાય તેવા ઉદ્દેશ્યથી આ ટૂંકો નંબર ૧૪૪૯૦ ઉમેરવામાં આવ્યો છે. ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરની કોઈપણ મહિલા અથવા યુવતી આ હેલ્પલાઇનનો સંપર્ક કરીને પોતાની સમસ્યા નિ:સંકોચ જણાવી શકે છે.
આ નવી હેલ્પલાઇનની સૌથી મોટી વિશેષતા એ છે કે તે માત્ર સુરક્ષા એજન્સીઓ પૂરતી સીમિત નથી.

