માળીયાહાટીના તાલુકાનુ વિસણવેલ પાટીયા થી વિસણવેલ ગામ સુધીના એપ્રોચ રોડનું ખાત મુહૂર્ત કરવામાં આવેલ હતું જેમાં સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા તથા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા તેમજ જિલ્લા પંચાયત સદસ્ય જુનાગઢ પ્રતિનિધિ ચેતનભાઈ ચૌહાણ, ચોરવાડ નગરપાલિકા સદસ્યશ્રી મંથનભાઈ ડાભી, વિસણવેલ ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિ કિશોરભાઈ રાઠોડ,વિસણવેલ તાલુકા પંચાયત સદસ્ય નીલમબેન રણજીતસિંહ યાદવ, ખંભાળિયા તાલુકા પંચાયત સદસ્ય જગદીશભાઈ કાંબલીયા, શાંતિપુરા તાલુકા પંચાયત સદસ્ય કાનભાઈ જોડવા તથા આમંત્રિત મહેમાનો તેમજ ગ્રામજનો બોહળી સંખ્યામાં હાજર રહેલ હતા આ રસ્તો સરકારશ્રી દ્વારા રૂપિયા 1 કરોડ 10 લાખના ખર્ચે બનવા જઈ રહ્યો છે.(તસ્વીર : વિમલ રાયકુંડલિયા)

