પૈસાની લેતીદેતી અને આડા સંબંધમાં હત્યા થયાની શંકા
માણાવદર શહેરમાં તા.20/8/26 ના રોજ ધોળે દિવસે ઈમેજ મોબાઇલ દુકાનદાર જસ્મિન મનસુખભાઈ બેચરાની તેની જ દુકાનમાં ઘાતક હથિયાર વડે ઘા મારી હત્યા કરનાર આવી જેતે સમયે આવી હત્યા વખતે કોયને ખબર પણ ના પડી તેવી રીતે હત્યા થઈ તે બાબત સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી કે આવી સ્થિતિમાં અવાજ કે કોઈ વ્યક્તિ રાડો કેમ ના પાડી?
શરીર ઉપર છરીના ઘા મારી આ ઘટનાને ફિલ્મી સ્ટોરીની જેમ અન્યત્ર ડ્રાઇવર્ટ કરવા ચાલાકી કરી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું પ્રથમ વખતે જ પોલીસને અનુમાન લગાવી દીધું હતું કે આજ આરોપી હશે. પણ જેતે વખતે સ્થળ ઉપર હાલત જોઈને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ હતી કે શહેર ના ભરચક વિસ્તારમાં ઘાતક હત્યા થઈ જાય અને આવાજ ના આવે?
આ બનાવ સમગ્ર વિસ્તારમાં પડકાર ફેંકી રહીયો હતો પોલીસે એસપી સુબોધ ઓડેદરા ની સ્થળ મુલાકાત લઈ ઊંડી તપાસ હાથ ધરી હતી અને તેના માર્ગદર્શન હેઠળ સમગ્ર પોલીસ ટીમ દ્વારા એક પછી એક જેમાં સ્થળ ઉપર ફિંગર પ્રિન્ટ, દુકાન ની સ્થિતિ, આજુબાજુ ના સીસીટીવી કેમેરા, દુકાનદારો ની ઝીણા માં ઝીણી પૂછપરછ, પ્રથમ શંકાસ્પદ હોવાનું સામે આવ્યું દુકાન માં ઘાયલ થયેલા પ્રવીણ બારૈયા જેને ઘાયલ હોય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
ત્યાર બાદ હોસ્પિટલમાં થી ડિસ્ચાર્જ થયા બાદ તેનો પોલીસ કબજો લઈ માણાવદર ખાતે પહોંચી તેની પૂછપરછ કરી જેમાં આરોપી પ્રવીણ બારૈયા એ મોબાઇલ ફોન ના પૈસા બાબતે, બીજું જાસ્મિન બેચરા સાથે ખેતી જમીન ભાગ્યું બાબતે પૈસા બાકી હોય તેમજ તેની પત્ની સાથે પ્રેમસંબંધ હોવાની શંકા હોય જેને કારણે ઉશ્કેરાય જઈ આ કર્યું હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આરોપી પ્રવીણ બારૈયા એ હત્યા માં વપરાયેલ છરી શીલ ગામે થી ખરીદી હતી.અને તેના વડે ઘાતક હત્યા કરી ને 7 જેટલા છરી ના ઘા પોતાના હાથે શરીર ઉપર મારિયા હતા. હાલ તો આમાં અન્ય નિવેદનો લઈ તપાસ હાથ ધરી છે. 5 દી ના રિમાન્ડ મેળવ્યા છે

