સમગ્ર દેશમાં અંજનીપુત્ર રામભક્ત શ્રી હનુમાનજીની જન્મ જયંતિની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. વિશ્ર્વ વિખ્યાત સાળંગપુર ધામમાં શ્રી હનુમાનજી પર 1008 કિલો પુષ્પોનો અભિષેક તથા પુષ્પવર્ષા કરવામાં આવી હતી. તેમજ આતશબાજી કરાઈ હતી. રાજકોટમાં આવેલા બાલાજી હનુમાનજી મંદિર, સુતા હનુમાનજી મંદિર, સાત હનુમાનજી મંદિર, સંકલ્પસિદ્ધ હનુમાન, બાલક હનુમાન મંદિર, સુર્યમુખી હનુમાન મંદિર સહિતના નાના-મોટા હનુમાન મંદિરોમાં સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ હતું.
ઠેર ઠેર હનુમાનજીના મંદિરોને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.

