150થી વધુ ખેડૂતોએ પાક નોંધણી પૂર્ણ કરી
રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકો જેવા કે મગફળી અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.સામાન્ય રીતે સરકારી રજાના દિવસોમાં વહીવટી કચેરીઓ બંધ રહેતી હોય છે,પરંતુ મેંદરડા ગ્રામ પંચાયતે ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપી એક પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે.
નોંધણી પ્રક્રિયાને ઝડપી અને પારદર્શક બનાવવા માટે પંચાયત ની ટીમે સક્રિય ભૂમિકા ભજવી હતી. જેમાં ગ્રામ પંચાયત સદસ્ય: પરસોતમ ભાઈ ઢેબરીયા, તલાટી મંત્રી વિપુલભાઈ પરમાર વી.સી.ઈ.અલ્પેશ ઘેલાણી સહયોગી સ્ટાફ નિર્મય ઘોડાસરા, જયસુખ પરમાર આ સમગ્ર ટીમે સાથે મળીને ખેડૂતોના 7/12, 8-અ ના ઉતારા તેમજ વાવેતર અંગેના પાણીપત્રકની ચકાસણી સહિત ના જરૂરી મહેસૂલી કાગળોની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરી હતી. રજાના એક જ દિવસ દરમિયાન 150 કરતાં પણ વધુ ખેડૂતોએ ઉત્સાહપૂર્વક હાજર રહી પોતાની પાક નોંધણી કરાવી હતી.

