Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મોદી સરકારમાં 'અધિકારીઓ' નિર્ણાયક;મંત્રીમંડળ ફેરફારમાં પણ અનેક પુર્વ અધિકારીઓના નામ પર ચર્ચા

મોદી સરકારમાં 'અધિકારીઓ' નિર્ણાયક;મંત્રીમંડળ ફેરફારમાં પણ અનેક પુર્વ અધિકારીઓના નામ પર ચર્ચા

વિદેશ-પેટ્રોલિયમ-રેલવે મંત્રાલયમાં પુર્વ સનદી અધિકારીઓ, હવે આરબીઆઈ પુર્વ ગવર્નરને પણ નાણા મંત્રાલય સોપાય તેવી શકયતા

નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારમાં ફેરફારનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે તથા ખાસ કરીને ભાજપ અને એનડીએના સાથી પક્ષોના સાંસદોને સમાવીને રાજકીય બેલેન્સ સાધવા પ્રયાસ કરાશે. પરંતુ વડાપ્રધાન મહત્વના વિભાગે અને જયાં ખૂબજ ક્ષમતાપુર્વકથી કામગીરીની જરૂર હોય ત્યાં જેને 'નોકરશાહ' તરીકે ઓળખવામાં આવે છે તે અનુભવી સનદી અધિકારીઓ તથા પ્રોફેશનલો પર વધુ ભરોસો રાખે છે તથા મંત્રી મંડળમાં પણ સ્થાન મેળવે છે.

ભારત એ સંસદીય લોકશાહી ધરાવતો દેશ છે તેથી મંત્રીમંડળમાં ચુંટાયેલા સાંસદોનું વર્ચસ્વ રહે છે અને વડાપ્રધાન પર પણ તેમાંથી શાસન ચલાવનારની પસંદગી કરવી પડે છે પણ હવેનો સમય શાસન ચલાવવાનો નથી પણ શ્રેષ્ઠ સર્જનનો છે. જેમાં રાજકીય દ્રષ્ટી ઓછી અને જ્ઞાન-અનુભવ-કૌશલ્યની જરૂર પડે છે. જેથી આપણા સાંસદોમાં કમી છે. અમેરિકા જેવી પ્રમુખશાહીમાં ચુંટાયેલા પ્રમુખને શ્રેષ્ઠ નિષ્ણાંતોને મંત્રી બનાવવાની છુટ છે તે સાંસદ હોય તે જરૂરી નથી અને ચુંટાવું પણ જરૂરી નથી. વડાપ્રધાન મોદી આ કરી રહ્યા છે તેમાં અનેક પુર્વ અધિકારીઓ જે પોતાના વિભાગમાં સારી કામગીરી કરી ગયા છે. તેઓને સંસદમાં ખાસ કરીને રાજયકક્ષામાં ચુંટાવીને મંત્રીમંડળમાં સમાવેશ કરે છે. મોદીની ટીમમાં વિદેશ મંત્રી એસ.જયશંકર પુર્વ વિદેશ સચીવ છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુર્વ ડિપ્લોમેટ છે. રેલવે આઈટી મંત્રી અશ્ર્વિની વૈષ્ણવ આઈઆઈટીમાં અભ્યાસ કરેલા પુર્વ આઈએએસ અધિકારી છે. કેટલાક પોલીટીશ્યન કમ ટેકનોકાસ્ટ પણ સરકારમાં છે અને હવે રિઝર્વ બેન્કના પુર્વ ગવર્નર શક્તિકાંતા દાસ ને નાણામંત્રી બનાવાશે તેવી ચર્ચા છે. અગાઉની સરકારે પણ પ્રયોગ કર્યો હતો. પુર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ આરબીઆઈ ગવર્નર સહિતના પદો પર રહી ચુકયા હતા. સેવા નિવૃત કે પછી સેવામાંથી રાજીનામુ આપી સરકારમાં જોડાનાર મંત્રીઓની ખુબી એ છે કે તેઓ અનુભવ ધરાવે છે. તેઓ વહીવટી કુશળતાને અગ્રતા આપે છે. જે તે ક્ષેત્રની સારી સમજ ધરાવે છે અને સૌથી મોટું તેના પર
ચુંટાવાની પક્ષને ખુશ રાખવાની ચિંતા હોતી નથી. તેઓ એક માત્ર વડાપ્રધાને જવાબદાર જ નહી વફાદાર પણ હોય છે. એકસટેન્શન મળ્યું છે. પુર્વ વિદેશ સચીવ હર્ષવર્ધન શ્રૃગલા હવે રાજયસભાના સભ્ય છે.
અમેરિકામાં તો સેવા નિવૃત સૈન્ય વડા જનરલ લોયડ ગોવિંદ મોહન ગૃહ મંત્રાલયમાં સતત સેવા આપે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati