રોકડ સહિત રૂ.1.69 લાખનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો
મોરબી સીટી એ અને બી ડિવિઝન તથા હળવદ પોલીસે જુગાર અંગે છ અલગ-અલગ સ્થળોએ રેઇડ કરી તીનપત્તી સહિતનો જુગાર રમતા કુલ 31 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે છ રેઇડમાં કુલ રૂ.1,69,600/-ની રોકડ રકમ કબજે કરી હતી. આ સાથે તમામ આરોપીઓ સામે જુગારધારા કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
જુગારની પ્રથમ રેઇડમાં હળવદ પોલીસે ઈશ્વરનગર ગામની સીમમાં ચરાડવા રોડ ઉપર ચંદ્રકાંત દેવજીભાઈ પટેલની વાડી પાસે ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા હિરજીભાઈ લક્ષમણભાઈ સરાવાડીયા ઉવ.58 રહે.
ઈશ્વરનગર તા.હળવદ, અરવિંદભાઈ ઉર્ફે જગાલાલ વલમજીભાઈ માકાસણા ઉવ.51 રહે. ચરાડવા તા.હળવદ તથા મુકેશભાઈ હસમુખભાઈ માકાસણા ઉવ.54 રહે. ચરાડવા તા.હળવદ વાળાને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ સ્થળ ઉપરથી રૂ.83,700/- રોકડા કબજે કર્યા હતા.
બીજી રેઇડમાં મોરબી-2 શોભેશ્વર રોડ ઉપર પાણીની ટાંકી પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા હિરાલાલ શંભુભાઈ મોદી ઉવ.28 રહે. પાવનપાર્ક સોસાયટી શેરી નં.5 મોરબી-2, અંકિતભાઈ ઓધવજીભાઈ વીરાણી ઉવ.34 રહે. શોભેશ્વર રોડ મફતીયાપરા મોરબી-2, રવિભાઈ ગણેશભાઈ વરાણીયા ઉવ.28 રહે. મોરબી-2 તથા મયુરભાઈ રાજુભાઈ ચૌહાણ ઉવ.34 રહે. મોરબી-2 વાળાને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રૂ.6,200/- રોકડા જપ્ત કરાયા હતા.
ત્રીજી રેઇડમાં મોરબી-2 શોભેશ્વર રોડ મફતીયાપરા વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા દિપકભાઈ નરેન્દ્રભાઈ ચૌહાણ ઉવ.33 રહે. શોભેશ્વર મંદિર પાસે મોરબી-2, ભીમાભાઈ હરખાભાઈ વાઘેલા ઉવ.24 રહે. મોરબી, અંકિતભાઈ ભીખાભાઈ ચાવડા ઉવ.22 રહે. મોરબી તથા ઇમરાનભાઈ સબીરભાઈ મોવર ઉવ.26 રહે. મોરબી વાળાને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ સાથે પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.7,400/- સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ચોથી રેઇડમાં મોરબીના શકત શનાળા-ધુનડા રોડ ઉપર તળાવ નજીક ખુલ્લી જગ્યામાં ગંજીપતાના ચિત્રવાળા પોસ્ટર ઉપર પૈસા મૂકી હારજીતનો જુગાર રમતા રાજમહેન્દ્રસિંહ ગંભીરાસિંહ ઝાલા ઉવ.40 રહે. પંચાસર તા.મોરબી, અનિરૂધ્ધસિંહ ભુપેન્દ્રસિંહ પરમાર ઉવ.29 રહે. એમ-62 ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી, જસ્મીતભાઈ જગદીશભાઈ ચભાડ ઉવ.29 રહે. સામાકાંઠે કુળદેવી પાન સામે મોરબી, અર્જુનસિંહ રણજીતસિંહ ઝાલા ઉવ.23 રહે. વેજીટેબલ રોડ અરૂણોદયનગર મોરબી, વિશાલભાઈ રાજેશભાઈ રાજદેવ ઉવ.33 રહે. ગ્રીનચોક સાંકળી શેરી મોરબી, ગજેન્દ્રભાઈ ઉર્ફે ગોપાલભાઈ પ્રતાપભાઈ ભટ ઉવ.31 રહે. હરીપાર્ક સોસાયટી વિરપર તા.ટંકારા, વિશાલભાઈ હસમુખભાઈ ગાંભવા ઉવ.31 રહે. પંચાસર રોડ રાજનગર શેરી નં.2 મોરબી તથા અક્ષયભાઈ હસમુખભાઈ ગાંભવા ઉવ.29 રહે. પંચાસર રોડ રાજનગર શેરી નં.2 મોરબી વાળાને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી કુલ રૂ.52,700/- રોકડા, ગંજીપત્તા અને પોસ્ટર કબજે કર્યા હતા.
પાંચમી રેઇડમાં મોરબીના ખાખરેચી દરવાજા પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા ધર્મેશભાઈ પ્રફુલભાઈ સોલંકી ઉવ.24 રહે. ખાખરેચી દરવાજા પાસે મોરબી, પ્રીન્સ અનિલભાઈ કૈલા ઉવ.20 રહે. પારેખ શેરી મોરબી, પાર્થ મુકેશભાઈ રાવ ઉવ.29 રહે. ખાખરેચી દરવાજા પાસે મોરબી, વરૂણભાઈ હિતેશભાઈ ચૌહાણ ઉવ.19 રહે. ખાખરેચી દરવાજા પાસે મોરબી, મિલનભાઈ મયુરભાઈ ડાભી ઉવ.22 રહે. ખાખરેચી દરવાજા પાસે મોરબી, રોહનભાઈ સંજયભાઈ ધામેચા ઉવ.19 રહે. મોચી શેરી મોરબી તથા ઋત્વીકભાઈ હરેશભાઈ ટોયટા ઉવ.25 રહે. ભરવાડ શેરી મોરબી વાળાને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા રૂ.5,800/- કબજે કરાયા હતા.
છઠ્ઠી રેઇડમાં મોરબીના જોન્સનગર શેરી નં.13 હુશેની ચોક ખાતે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા હનીફભાઈ રસુલભાઈ અલીયાસભાઈ ખોડ ઉવ.36 રહે. જોન્સનગર શેરી નં.13 મોરબી, ઇમરાનભાઈ જુસબભાઈ મામદભાઈ મોવરે ઉવ.35 રહે. જોન્સનગર શેરી નં.11 મોરબી, વિશાલભાઈ પ્રવીણભાઈ મેરુભાઈ શેખાણી ઉવ.23 રહે. જોન્સનગર શેરી નં.13 મોરબી, તાહિરહુશેન રમજુભાઈ હાજીભાઈ બેલીમ ઉવ.26 રહે. લાતીપ્લોટ શેરી નં.11 મોરબી તથા અસલભાઈ હાજીભાઈ સીદકભાઈ ખોડ ઉવ.24 રહે. જોન્સનગર શેરી નં.8 મોરબી વાળાને ઝડપી પાડવામાં આવ્યા હતા. રેઇડ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી રૂ.13,800/- રોકડા સહિતનો મુદ્દામાલ કબજે કર્યા હતા.

