Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મુંબઈમાં દૂધના ભાવમાં સીધો ૯ રૂપિયાનો વધારો

મુંબઈમાં દૂધના ભાવમાં સીધો ૯ રૂપિયાનો વધારો

દૃેશની આર્થિક રાજધાની મુંબઈમાં સામાન્ય લોકોને મોંઘવારીનો વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈમાં ૧ સપ્ટેમ્બરથી દૃૂધની જથ્થાબંધ િંકમતમાં સીધા ૯ રૂપિયા પ્રતિ લીટરનો વધારો થવા જઈ રહૃાો છે. મુંબઈ
મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન (સ્સ્ઁછ)એ દૃૂધના ભાવ વધારવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદૃ તાજા ભેંસના દૃૂધનો જથ્થાબંધ ભાવ ૯૩ રૂપિયાથી વધીને ૧૦૨ રૂપિયા પ્રતિ લીટર થઈ જશે.

મુંબઈ મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશનના નિર્ણય મુજબ, નવો દૃર ૧ સપ્ટેમ્બર ૨૦૨૬થી લાગુ થશે અને ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૭ સુધી અસરકારક રહેશે. એટલે કે મુંબઈના રહેવાસીઓએ આગામી લગભગ છ મહિના સુધી વધેલી િંકમતો પર દૃૂધ ખરીદૃવું પડશે. ત્યારબાદૃ િંકમતોની ફરીથી સમીક્ષા કરવામાં આવશે.
આ અગાઉ ફેબ્રુઆરી ૨૦૨૬માં દૃૂધનો જથ્થાબંધ ભાવ ૯૧ રૂપિયાથી વધારીને ૯૩ રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવ્યો હતો. હવે એકસાથે ૯ રૂપિયાનો વધારો કરવામાં આવી રહૃાો છે. રિપોર્ટ્સ અનુસાર, આ સ્સ્ઁછના લગભગ ૭૦ વર્ષના ઇતિહાસમાં સૌથી મોટો એકસાથે વધારો જણાવવામાં આવી રહૃાો છે.
દૃૂધ ઉત્પાદૃકોએ િંકમત વધારવા પાછળ પશુના ચારા અને દૃૂધ આપતા પશુઓની વધતી િંકમતને મુખ્ય કારણ જણાવ્યું છે. ઉત્પાદૃકોના જણાવ્યા અનુસાર, પશુ આહારમાં વપરાતા અનાજ, તુવેર ચૂની અને ચણા ચૂની જેવી વસ્તુઓની િંકમતોમાં લગભગ ૨૫ ટકા સુધીનો વધારો થયો છે. આ ઉપરાંત ચારો, ખોળ અને અન્ય જરૂરી સામગ્રી પણ મોંઘી થઈ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati