ગુરૂકુળ મહિલા કોલેજ ખાતે હિન્દી સાહિત્યના મહાન ઉપન્યાસકાર અને વાર્તાકાર પ્રેમચંદજીની જન્મ જયંતીની થઈ ઉજવણી: સાહિત્યિક કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં યુવતીઓ જોડાઈ
પોરબંદરની ગુરુકુળ મહિલા કોલેજ ખાતે મુન્શીજી ની જન્મ જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પ્રેમચંદજીના જીવન, સાહિત્યસર્જન તથા ભારતીય સમાજ પર તેમના અમૂલ્ય યોગદાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
વિદ્યાર્થીઓએ પ્રેમચંદની પ્રસિદ્ધ વાર્તાઓ અને નવલકથાઓમાં પ્રતિબિંબિત થતી સામાજિક ચેતના, માનવતા અને યથાર્થવાદી દૃષ્ટિકોણ પર પોતાના વિચારો રજૂ કર્યા. ઉપસ્થિત વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. રિયા થાનકીએ પ્રેમચંદજીનો જીવન પરિચય આપ્યો.
શ્રધ્ધા મોઢવાડિયા અને વિશ્વા ખુટીએ કહાની'ઈદગાહ'નો સુદર રીતે સંવાદ અભિનય પ્રસ્તુત કર્યા ,તો મનીષા કાગડિયા એ 'પ્રેરણા' કહાની પ્રસ્તુત કરીને મહાન ઉદ્દેશ્યની વાત કરી. જોગલ ઓડેદરાએ 'નિર્મલા' ઉપન્યાસમા વ્યકત અનમેલ વિવાહ, દહેજ સમસ્યા તથા શંકાશીલ સ્વભાવ દ્વારા ઉત્પન્ન સમસ્યાની વાત કરી.
ઓડેદરા નેહલ તથા મોઢવાડિયા વર્ષા એ પ્રેમચંદજીના જીવન તથા સાહિત્ય સંબંધી વિચાર આગવી શૈલીમા રજૂ કર્યા. વિભાગાધ્યક્ષ ડો. શાંતિ મોઢવાડિયાએ પ્રેમચંદના સાહિત્યનું આજના સમયમાં પણ અવિસ્મરણીય મહત્વ સમજાવતા જણાવ્યું કે તેમનું સાહિત્ય સમાજને સત્ય, નૈતિકતા અને માનવ મૂલ્યો તરફ પ્રેરિત કરે છે. તેમણે વિદ્યાર્થીઓને પ્રેમચંદજીની કૃતિઓનું નિયમિત વાંચન કરવાની પ્રેરણા આપી.
આ કાર્યક્રમમાં ઉપાચાર્ય પ્રો. રોહિણીબા જાડેજા, ડો. કેતકી પંડ્યા, ડો. શર્મિષ્ઠા પટેલ, પ્રા. દીક્ષિતા ડાકી વગેરે સ્ટાફ મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા.ઉપાચાર્યા પ્રો.રોહિણીબા જાડેજાએ હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીના મહાન સાહિત્યકારોને અને તેઓના સાહિત્યને યાદ કરી અને વિધ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન તથા આશીર્વાદ આપ્યા .પ્રો.કેતકીબેન પંડ્યાએ પોતાની શૈલીમા હિન્દી સાહિત્યનુ મહત્વ અને સાહિત્ય પ્રત્યેના રસને રજૂ કરી છાત્રોને પ્રેરણા આપી.કાર્યક્રમનું સંચાલન જોગલ ઓડેદરા દ્વારા કરવામાં આવ્યું અને પ્રધ્યાપક કિરણ બેન ઓડેદરાએ અંતે આભાર વિધિનું કાર્ય કર્યું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રિન્સિપલ ડો. અનુપમ નાગર સાહેબનું માર્ગદર્શન મળેલ હતું.

