અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો: ચોથી મેથી નવમી મે સુધી આયોજન
પોરબંદર નજીકના ઓડદર ગામ ખાતે પોલીસ ફાયરિંગ બટ સ્થળે ફાયરિંગની પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર તાલુકાના ઓડદર ગામે આવેલ પોલીસ ફાયરીંગ બટ ખાતે તા.04/05/2026 થી તા.09/05/2026 સુધી કુલ 06 (છ) દિવસ માટે દરરોજ સવારે 6:00 થી સાંજે 19:00 વાગ્યા દરમિયાન ફાયરીંગ પ્રેક્ટિસ યોજાનાર છે.આ અનુસંધાને જાહેર સુરક્ષા હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રેખાબા સરવૈયા દ્વારા ફાયરીંગ બટ વિસ્તારની આસપાસ નિર્ધારિત સમયગાળા દરમિયાન અવર-જવર પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.આ વિસ્તારને ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-33(1)બી હેઠળ તા.4.5.2026 થી તા.9. 5.2026 ના કુલ દિવસ-6 માટે સમય સવારે ક.6.00 થી ક.19.00 સુધી પોરબંદર તાલુકાના ઓડદર ગામ તરફ રસ્તા નજીક દરિયા કિનારાના ફાયરીંગ બટ વિસ્તારમાં પૂર્વ અને પશ્વિમ ભાગે-600 મીટર,ઉતર અને દક્ષિણ ભાગે-600 મીટર અને ત્યાંથી દરીયામાં આજુબાજુના વિસ્તારના રાહદારીઓને તેમજ વાહનો માટે તથા વ્યકિતગત તેમજ વહાણ અને બોટ લઇને જનાર માછીમારોને અવર-જવર કરવા ઉપરોકત સમય દરમ્યાન પ્રવેશબંધી કરવામાં આવી છે.આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કે ઉલ્લધંન કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-131 માં જણાવેલ શિક્ષાને પાત્ર ઠરશે.
