Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0'  અન્વયે  સાયબર ફ્રોડના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી પેરોલ ફર્લો સ્કવોર્ડ

'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' અન્વયે સાયબર ફ્રોડના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી પેરોલ ફર્લો સ્કવોર્ડ

સાયબર ક્રાઈમ અને ઓનલાઇન છેતરપીંડી આચરતા ગુનેગારોને પકડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ-2.0 શરુ કરવામાં આવેલ છે. જે અન્વયે આ ઓપરેશન અંતર્ગત સાયબર ક્રાઇમ અને ઓનલાઇન છેતરપીંડી આચરતા સાયબર માફિયાઓના ફાયનાન્શિયલ નેટવર્કને તોડી પાડવા માટે મ્યુલ એકાઉન્ટની તપાસ કરવા, બેન્ક ખાતાઓ સીઝ કરવા, તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી અને આવા ગુન્હાના આરોપીઓ પકડવા અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હતી.

અમરેલી એલ.સી.બી. પોલિસ ઇન્સ. સી.પી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ ટીમને હ્યુમન ઇન્ટેલી જન્સ તથા ટેક્નીકલ સોર્સ મારફતે હકીકત મળેલ કે, અમરેલી સીટી પોલિસ સ્ટેશનના બી.એન.એસ.ની કલમ- 317(2), 317(4),336(3),338, 340,54, ઈંઝ એક્ટ ક.66(સી) ના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી શંકરભાઇ સોમાભાઇ ચૌધરી (રહે.ભાજણા તા.ધાનેરા જિ.બનાસકાંઠા) વાળો ધાનેરા ખાતે હોવાની હકીકત મળતા પેરોલ ટીમ રાત્રીના સમયે જ ધાનેરા ખાતે જઇ આરોપીને હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ અમરેલી સિટી પોલિસ સ્ટેશનને સોંપી આપવા તજવીજ કરેલ છે. આરોપીએ પોતાના નામના અલગ અલગ બેંક એકાઉન્ટો ખોલાવી સાયબર માફીયાઓને ભાડેથી આપેલ.

જે પૈકી ઈંઈઈંઈઈં બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડ લગત ટ્રાન્ઝેક્શનો થયેલ હોય. જેમાં આરોપીએ આર્થીક લાભ મેળવી ગુન્હો કરેલ હતો. જે ગુન્હામાં આ આરોપીનુ નામ તપાસ દરમિયાન ખુલવા પામેલ હતું. જેથી આ આરોપી નાસતો ફરતો હતો. જે બાબતે તપાસ કરનાર અધિકારીએ કોર્ટમાંથી આ આરોપીનુ ઇગજજ ક.72 મુજબનું વોરંટ મેળવેલ હતું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati