Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પી.એમ. સુર્યઘર યોજના થકી વીજબીલ થયું ઝીરો

પી.એમ. સુર્યઘર યોજના થકી વીજબીલ થયું ઝીરો

બોખીરાના રહેવાસીએ સુર્ય ઉર્જાના સથવારે મેળવી આર્થિક રાહત: સરકાર તરફથી રૂફટોપ સોલાર માટે મળી 78,000ની સહાય

પોરબંદરના બોખીરામાં રહેતા પરિવારે પી.એમ.સુર્ય ઘર યોજના થકી વીજ બીલ ઝીરો થતા આર્થિક રીતે લાભ મેળવ્યો છે.
સામાન્ય મધ્યમવર્ગીય પરિવાર માટે દર મહિને આવતું વીજળીનું બિલ ઘણીવાર ઘરના બજેટ પર મોટો બોજ બની જતું હોય છે.આવી જ ચિંતામાંથી મુક્તિ મેળવીને પોરબંદરના બોખીરા વાડી વિસ્તારમાં રહેતા જીવાભાઈ લાખાભાઈ બોખીરીયા સુખ અને આર્થિક રાહતનો શ્વાસ લઈ રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં સુપેરે અમલી બનેલી 'પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના' તેમના ઘર માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે. જીવાભાઈના ઘરે અગાઉ નિયમિતપણે દર મહિને અંદાજે રૂ. 1,100 થી રૂ. 1,200 જેટલું વીજ બિલ આવતું હતું, જે ઘરખર્ચમાં મોટો હિસ્સો રોકી લેતું.

સરકાર દ્વારા ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા લાવવા અને ગ્રીન એનર્જીને અપાતા પ્રોત્સાહન અંતર્ગત આ યોજનાની જાણ થતાં જીવાભાઈએ પોતાના ઘરે રૂફટોપ સોલાર સિસ્ટમ બેસાડી. આ યોજના હેઠળ તેમને સરકાર તરફથી નિયમ મુજબ રૂ.78,000 ની માતબર સબસિડી સીધી સહાય પેટે મળી ગઈ. સોલાર સિસ્ટમ કાર્યરત થયા બાદ હવે તેમનું વીજ બિલ સાવ 'ઝીરો' થઈ ગયું છે, જેનાથી તેમના પરિવારમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે.પોતાના આ સુખદ અનુભવ અને ખુશીને વ્યક્ત કરતાં જીવાભાઈ જણાવે છે કે, "પીએમ સૂર્ય ઘર યોજના ખરેખર ખૂબ જ ઉપયોગી અને દરેક પરિવારે લાભ લેવા જેવી યોજના છે. સામાન્ય નાગરિકોના હિતમાં આવી કલ્યાણકારી યોજના અમલમાં મૂકવા બદલ અને ગ્રીન એનર્જી થકી પર્યાવરણ બચાવવાની સાથે સામાન્ય પરિવારોને આર્થિક રાહત આપવા બદલ તેમને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.આમ, સૂર્યઊર્જાના સથવારે જીવાભાઈનું ઘર રોશન થવાની સાથે સાથે દર મહિને થતી નાણાકીય બચતથી તેમનું કુટુંબ આર્થિક રીતે વધુ સધ્ધર બન્યું છે અને સ્વચ્છ-હરિયાળી ઊર્જા અપનાવી પર્યાવરણ સંરક્ષણમાં પણ પોતાનું યોગદાન આપી રહ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati