Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પોરબંદર જિલ્લા યુવક કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ

પોરબંદર જિલ્લા યુવક કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ

ગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારી તથા ભવિષ્યની વ્યુહરચના વિશે થઈ વિસ્તૃત ચર્ચા: સંગઠનને વધુ મજબુત બનાવવા માટે લેવાયો નિર્ણય

પોરબંદર જિલ્લા યુવક કોંગ્રેસની કારોબારી બેઠક યોજવામાં આવી હતી.
પોરબંદર જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારી બેઠકનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં યુથ કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત અને વિસ્તારિત કરવા,આગામી વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ અને ભવિષ્યની વ્યૂહરચના વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.તાલુકા અને મંડલ સ્તરે યુથ કોંગ્રેસની ટીમોને મજબૂત કરવી અને નવા યુવા કાર્યકરોને જોડવા.

આગામી ચૂંટણીઓમાં યુવા વોટર્સને આકર્ષવા માટે વિશેષ યોજનાઓ અને કાર્યક્રમોનું આયોજન કરવું.ગરીબ, યુવાનો, કિસાન અને મહિલાઓના મુદ્દાઓને લઈને વ્યાપક જનસંપર્ક અભિયાન ચલાવવું.પોરબંદર જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા લોકસેવા અને વિકાસના કાર્યોને વેગ આપવા માટેની વ્યૂહરચના ઘડવી.યુવાનોની સર્જનાત્મકતા, ઉર્જા અને નવીન વિચારોને પાર્ટીના વિકાસમાં સામેલ કરવા.
આ બેઠકમાં ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ ડો.પ્રવીણભાઈ વનોલ, પ્રભારી નિખિલભાઈ દ્વિવેદી અને સૌરાષ્ટ્ર ઝોનના ઈન્ચાર્જ ગૌરાંગભાઈ રાઠોડ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.તેમણે યુવા કાર્યકરોને માર્ગદર્શન આપ્યું અને સંગઠનને મજબૂત કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું.
આ બેઠકમાં ઉપસ્થિત અગ્રણીઓ રામભાઈ મારૂ -જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, રાજુભાઈ ઓડેદરા - માજી જિલ્લા પ્રમુખ, અજયભાઈ મોઢા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ, કેશુભાઈ યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ, હિતેશભાઈ ગઢવી યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ ધાર્મિકભાઈ પારેખ જિલ્લા આઈટી સેલ પ્રમુખ, હીરાબેન ચામડિયા જિલ્લા મહિલા પ્રમુખ તમામ હોદ્દેદારો સાથે મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ અને જિલ્લા સમિતિના હોદ્દેદારોએ બેઠકમાં ભાગ લીધો હતો.આ બેઠકને સફળ બનાવવા માટે ઉપસ્થિત તમામ કર્મઠ કાર્યકરો, હોદ્દેદારો અને યુવા સાથીઓનો હૃદયપૂર્વક આભાર.આપ સૌની ઉપસ્થિતિ અને ઉત્સાહ જ સંગઠનની સાચી તાકાત છે. તેમ પોરબંદર જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ અજયભાઈ મોઢાએ જણાવ્યું હતુ.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati