વડાપ્રધાને સમજાવેલી ફોર્મ્યુલા અંગે વિરોધ પ્રદર્શન વ્યકત કર્યુ: સૂત્રોચ્ચાર કરી રહેલા આગેવાનોની થઇ અટકાયત
પોરબંદર સહિત દેશભરમાં ગેસની તીવ્ર અછત સર્જાઇ છે ત્યારે પોરબંદર કોંગ્રેસે નવતર વિરોધ પ્રદર્શન કરીને ગટરમાંથી ગેસ ઉત્પન્ન કરીને ખીચડી પાકાવી હતી અને પોતાનો વિરોધ પ્રદર્શન સૂત્રોચ્ચાર સાથે વ્યકત કરતા તેઓની અટકાયત કરવામાં આવી હતી.
પોરબંદર રાણીબાગ ચાર રસ્તા ખાતે પોરબંદર જિલ્લા, શહેર સમિતિ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ બતાવેલ ફોર્મ્યુલા (તરકીબ)મુજબ ગટર માંથી એલ. પી. જી. ગેસ કઈ રીતે નીકળે તેવું પોરબંદર શહેરના લોકોને ડેમો બતાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ખીજડી પકવીને પોરબંદર શહેર કોંગ્રેસ પ્રમુખ રાજવીર ભાઈ બાપોદરા એ આહ્વાન કરેલ કે પોરબંદર સાંસદ અને પોરબંદર ધારાસભ્ય કમ -કેબિનેટ મંત્રીને તેમજ ભા. જ. પ ના હોદેદારો અને કાર્યકર્તાઓને કહેલ કે અમો એ જે રીતે ગટરમાંથી ગેસ કાઢી પોરબંદર જનતાને સમજાવેલ તેવી રીતે તમારે પણ ઘરે ઘરે જઈ લોકો ને સમજ આપવી જોઈએ જે હાલ ગેસ ના બાટલા અછત તંગી હોય જેથી લોકોને મફતમાં ગેસ મળી શકે. આ વિરોધ પ્રદર્શન માં પોરબંદર જિલ્લા /શહેર સમિતિના હોદેદારો પોરબંદર મહિલા કોંગ્રેસ,પોરબંદર શહેર મહિલા કોંગ્રેસ તેમજ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા અને પોરબંદર કીર્તિ મંદિર પોલીસ જવાનો એ વિરોધ પ્રદર્શનકર્તા તમામ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી

