Dailyhunt
પોરબંદર કોસ્ટગાર્ડમાં શૌર્ય જહાજ પુન:સ્થાપિત કરવામાં આવ્યું

પોરબંદર કોસ્ટગાર્ડમાં શૌર્ય જહાજ પુન:સ્થાપિત કરવામાં આવ્યું

રિયાકાંઠાની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે બનશે ઉપયોગી

પોરબંદરમાં કોસ્ટગાર્ડની શિપ શોર્યનું પુન:સ્થાપન કરવામાં આવ્યંર છે. કોસ્ટ ગાર્ડમાં જ્યારે શીપનું પુન:સ્થાપન કરવામાં આવ્યું ત્યારે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે કોસ્ટ ગાર્ડ હેડક્વાર્ટર દ્વારા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપ ('શૌર્ય' ને પોરબંદરમાં ભારતીય કોસ્ટ ગાર્ડ રિજિયન (નોર્થ-વેસ્ટ) હેઠળ પુન:સ્થાપિત (રિબેસ) કરવામાં આવ્યું છે.ભારતીય કોસ્ટ ગાર્ડ શિપ 'શૌર્ય' એ 'સમર્થ' ક્લાસનું પાંચમું શિપ છે, જે આધુનિક અને સ્વદેશી ઉપકરણોથી સજ્જ છે.

આ શિપમાં સી આર એન 91 ગન લગાવવામાં આવી છે અને તે અત્યાધુનિક મશીનરીથી પણ સજ્જ છે."'શૌર્ય' ની પોરબંદરમાં આ પુન: તૈનાતી ગુજરાતના દરિયાકાંઠાની તટીય અને અપતટીય સુરક્ષાને વધુ મજબૂત કરશે. તે અરબી સમુદ્રમાં દેખરેખ વધારશે અને રાષ્ટ્રીય દરિયાઈ હિતોના રક્ષણની સાથે-સાથે ગુજરાતના દરિયાકાંઠે કામ કરતા માછીમારોના હિતોના રક્ષણ માટેની આપણી પ્રતિક્રિયા ક્ષમતામાં પણ વધારો કરશે.આ પુન:સ્થાપન, ગુજરાત પ્રત્યે સુરક્ષા, સંરક્ષણ અને પર્યાવરણની જાળવણી સુનિશ્ચિત કરવા માટેની ભારતીય કોસ્ટગાર્ડની નિરંતર પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati