Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પોરબંદરમાં જન્માષ્ટમીના મેળાના ધંધાર્થીઓ માટે ફોર્મનું બુધવારથી થશે વિતરણ

પોરબંદરમાં જન્માષ્ટમીના મેળાના ધંધાર્થીઓ માટે ફોર્મનું બુધવારથી થશે વિતરણ

રાઇડસ સહિત સ્ટોલની અપસેટ પ્રાઇઝ થઇ નકકી: આનંદમેળા અને ફૂડઝોન માટે પણ ભાવ નકકી કરવામાં આવ્યા

પોરબંદરમાં જન્માષ્ટમીના મેળાના ધંધાર્થીઓ માટે ફોર્મનું બુધવારથી વિતરણ થશે રાઇડસ સહિત સ્ટોલની અપસેટ પ્રાઇઝ નકકી થઇ છે તથા આનંદમેળા અને ફૂડઝોન માટે પણ ભાવ નકકી કરવામા ંઆવ્યા છે.
બુધવારથી ફોર્મનું વિતરણ
જન્માષ્ટમી લોકમેળા સમિતિ દ્વારા બુધવારથી અરજીફોર્મ વિતરણની કામગીરી શરુ થશે અનેજેમાં તમામ અરજી ફોર્મ તા.

5-8થી તા.10-8 દરમ્યાન 10:30 થી 4 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે.જેમાં મોટા યાંંત્રિકચકડોળ માટેની જગ્યાની હરરાજી તા.12-8-2026 સવારે 10:30 કલાકેથી, આનંદમેળાતથા ફૂડઝોનના ગ્રાઉન્ડની હરરાજી તા. 12-8 બપોરે 3 વાગ્યેથી, નાની ચકડોળ (કેટેગરી-યુ) તા. 12-8ના સાંજે પ વાગ્યાથી, નાની ચકડોળ નાના બાળકો માટેની હરરાજી તા. 13-8 સવારે 10:30 કલાકથી, ખાણી-પીણી ફરસાણ વિભાગ સ્ટોલની હરરાજી તા. 13-8 બપોરે 1 વાગ્યાથી, ખાણીપીણી, ફરસાણ વિભાગ સ્ટોલ (પાર્ટીપ્લોટ દીવાલ)ની હરરાજી તા. 13-8ના બપોરે 5 વાગ્યાથી, રમકડા, કટલેરી વિભાગ સ્ટોલની હરરાજી (કેટેગરી એચ., એચ, આઇ) તા.14-8 સવારે 10:30 વાગ્યે, રમકડા, કટલેરી વિભાગ સ્ટોલ હરરાજી (કેટેગરી-બી) તા. 14-8 બપોરે 3 કલાકથી, રમકડા કટલેરી વિભાગ સ્ટોલ હરરાજી (કેટેગરી-સી) તા. 14-8- બપોરે 5 વાગ્યા થી, રેકડી, કેબીન, પાથરણા તથા સખીમંડળ વગેરેની હરરાજી તા. 17-8 સવારે 10:30 કલાકથી કરવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે.
આનંદમેળા તથા ફૂડઝોન માટે ભાવ
પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળા અનુસંધાને આનંદમેળા તથા ફૂડઝોન માટેના ગ્રાઉન્ડની અપસેટ પ્રાઇઝ નકકી થઇ છે જેમાં પાર્ટીપ્લોટવાળા ગ્રાઉન્ડમાં 29 ઓગસ્ટથી 12 સપ્ટેમ્બર સુધીના 20 લાખ રૂપિયા અપસેટ પ્રાઇઝ અને 3 લાખ 60 હજાર જી.એસ.ટી. મળી 23 લાખ 60 હજાર નકકી થયા છે એ જ રીતે ચોપાટી પ્લાઝાપોર્ટ ફૂડઝોનના તા. 29 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધીના બે લાખ અપસેટ પ્રાઇઝ અને 36 હજાર જી.એસ.ટી. મળી 2 લાખ 36 હજાર નકકી થયા છે. હાથી લસરપટ્ટી બાજુના ગ્રાઉન્ડમાં ફૂડઝોન માટે 3 લાખ 85 હજાર અપસેટ પ્રાઇઝ અને 69,300 જી.એસ.ટી. સહિત 4 લાખ 54 હજાર 300 નકકી થયા છે. ચોપાટી પાર્કિંગવાળા ગ્રાઉન્ડમાં ફૂડઝોન માટે 29 ઓગસ્ટથી 8મી સપ્ટેમ્બર સુધીના 1લાખ 21 હજાર અપસેટ પ્રાઇઝ અને 21 હજાર 780 જી.એસ.ટી. મળી કુલ 1,42,780 નકકી થયા છે.
રાઇડસ માટે અપસેટ પ્રાઇઝ
પોરબંદરમાં 15 મોટા યાંત્રિક ચકડોળ માટે 2 લાખ 51 હજાર અપસેટ પ્રાઇઝ અને 45,180 જી.એસ.ટી. મળી કુલ રૂા. 2, 96,180 નકકી થયા છે. એક મોતના કુવા માટે 3,30,000 અપસેટ પ્રાઇઝ અને 59,400 જી.એસ.ટી. સહિત 3,89,400 નકકી થયા છે. નવ નાની ચકડોળ માટે 38,500 અપસેટ પ્રાઇઝ અને 6930 જી.એસ.ટી. મળી 45,430 નકકી થયા છે.બાળકોની 34 નાની ચકડોળ માટે 6500 અપસેટ પ્રાઇઝ અને 1170 જી.એસ.ટી. સહિત 7,670 નકકી થયા છે. તો બાળકોની અન્ય 15 ચકડોળ ઓસીએનીક હોટેલની બાજુના ગ્રાઉન્ડમાં રાખવામાં આવશે જ્યાં 13,200 અપસેટ પ્રાઇઝ અને 2376 જી.એસ.ટી. મળી કુલ 15,576 રૂા. નકકી થયા છે.
144 પાથરણા, કેબીન અને રેકડી માટે અપસેટ પ્રાઇઝ
પોરબંદરના લોકમેળામાં પાથરણા, રેકડી, કેબીનની સંખ્યા 144 નકકી થઇ છે અને દરેકની 500-500 અપસેટ પ્રાઇઝ અને 90 રૂા. જી.એસ.ટી. મળી 590 રૂા. નકકી કરવામાં આવ્યા છે.
લોકમેળાની બહાર ખાણીપીણી માટે સસ્તી સુવિધા
પોરબંદરમાં લોકમેળાની અંદર ખાણીપીણીના બે પ્રીમીયમ સ્ટોલના 66000 અપસેટ પ્રાઇઝ અને 11,880 જી.એસ.ટી. મળી 77,880 નકકી થયા છે તેની સામે ચોપાટીના મેળા મેદાનની બહાર પાર્ટીપ્લોટની દીવાલે 19 જેટલા ખાણીપીણીના સ્ટોલ માટે અપસેટપ્રાઇઝ માત્ર 5500 રૂા. અને 990 જી.એસ.ટી. મળી 15,576 રૂા. નકકી થયા છે.
સામાજિક સંસ્થાઓ માટે
10 સ્ટોલ અને સરકારી કચેરી માટે 15 સ્ટોલ
પોરબંદરમાં સામાજિક સંસ્થાઓ માટે 10 સ્ટોલ ફાળવવામાં આવશે જેની 6600 અપસેટ પ્રાઇઝ અને 1188 જી.એસ.ટી. મળી કુલ રૂા. 7788 નકકી થયા છે તો 15 જેટલા સરકારી કચેરી માટે સ્ટોલ રીઝર્વ રાખવામાં આવશે તે ઉપરાંત મહાનગરપાલિકા માટે પાંચ સ્ટોલ રીઝર્વ રાખવામાં આવ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati