Dailyhunt
પોરબંદરમાં નેવીના ઓફિસરે લગ્નજીવનની વર્ષગાંઠ નિમિત્તે યોજ્યા સેવાકાર્યો

પોરબંદરમાં નેવીના ઓફિસરે લગ્નજીવનની વર્ષગાંઠ નિમિત્તે યોજ્યા સેવાકાર્યો

રકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલને પેઇન ક્લિનિક માટે દવાઓ અને ઇન્જેક્શન માટે આપ્યું ઉદાર હાથે દાન: લાંબા સમયના દુ:ખાવાથી પીડાતા દર્દીઓ માટે લાભદાયક સાબિત થશે

પોરબંદરની સરકારી મેડિકલ કોલેજને નેવીના કમાન્ડર દંપત્તિએ લગ્નજીવનની વર્ષગાંઠ નિમિત્તે પેઈન ક્લિનિક માટે દવા અને ઇન્જેક્શનનું અનુદાન આપ્યું હતું.
સમાજસેવા, માનવતા અને પરોપકારના મુલ્યોને જીવંત રાખતા એક પ્રેરણાદાયક ઉદાહરણરૂપ, ઇન્ડિયન નેવીના કમાન્ડર દંપતી કમાન્ડર રૂપાલી રોહતગી અને કમાન્ડર વિકાસ તોમરે તેમની લગ્ન વર્ષગાંઠના અવસરે જી.એમ.ઇ.આર.એસ.

મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, પોરબંદરના પેઇન ક્લિનિક માટે જરૂરી દવાઓ અને ઇન્જેક્શનનું ઉદાર દાન આપી અનોખી સેવા આપી છે.આ દાનમાં પેઇન મેનેજમેન્ટ માટે ઉપયોગી વિવિધ ઇન્જેક્શનનો સમાવેશ થાય છે, જે ખાસ કરીને દીર્ધકાલીન દુખાવાથી પીડાતા દર્દીઓ માટે અત્યંત લાભદાયક સાબિત થશે.પેઇન ક્લિનિકમાં આવનારા દર્દીઓને આ દવાઓ દ્વારા ઝડપી અને અસરકારક રાહત મળી રહેશે, જેના પરિણામે તેમની જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે.
કમાન્ડર દંપતીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, લગ્ન વર્ષગાંઠ જેવા વ્યક્તિગત અને ખાસ દિવસને સમાજને કંઈક સકારાત્મક આપીને ઉજવવો એ અમારી દિલથી ઈચ્છા હતી.દેશસેવા સાથે સાથે સમાજસેવા પણ આપણું કર્તવ્ય છે,અને આ દાન દ્વારા અમે જરૂરીયાતમંદ દર્દીઓના જીવનમાં થોડો ફેરફાર લાવવા માંગીએ છીએ.તબીબી સ્ટાફ દ્વારા આ ઉદાર યોગદાન બદલ કમાન્ડર દંપતીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજના ડીન ડો.સુશીલકુમારે જણાવ્યું હતું કે, આવા સેવાભાવી યોગદાનોથી આરોગ્યસેવામાં ગુણવત્તાનો વધારો થાય છે અને દર્દીઓને વધુ સક્ષમ અને સુવિધાસભર સારવાર પૂરી પાડી શકાય છે.ખાસ કરીને પેઇન મેનેજમેન્ટ જેવી મહત્વપૂર્ણ સેવાઓમાં આ પ્રકારનું સહકાર અત્યંત ઉપયોગી સાબિત થાય છે.લોકો નાની રકમથી પણ સમાજ સેવા કરી શકાય છે.સાચી સેવા માટે મોટી રકમ નહી,પણ સારો વિચાર અને ઇચ્છા જરૂરી છે.આ પ્રસંગે એનેસ્થસિયા વિભાગના ડોક્ટરો અને સ્ટાફે પણ કમાન્ડર દંપતીના આ માનવતાભર્યા પગલાને બિરદાવ્યું હતું અને જણાવ્યું હતું કે આવા પ્રયાસો અન્ય લોકો અને સંસ્થાઓને પણ સમાજસેવા માટે પ્રેરિત કરે છે.સમાજમાં વધતી જતી તબીબી જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને, આવા યોગદાનોથી સરકારી આરોગ્ય સંસ્થાઓને મજબૂતી મળે છે અને વધુ ને વધુ દર્દીઓને ગુણવત્તાસભર સારવાર ઉપલબ્ધ થાય છે.કમાન્ડર રૂપાલી રોહતગી અને કમાન્ડર વિકાસ તોમરનો આ પ્રયત્ન સમાજ માટે એક ઉત્તમ પ્રેરણા બની રહેશે.
અંતમાં, મેડિકલ કોલેજ તંત્રએ આશા વ્યક્ત કરી હતી કે આવનારા સમયમાં પણ આવા સેવાભાવી લોકો સમાજહિત માટે આગળ આવશે અને આરોગ્ય ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન લાવવામાં સહભાગી બનશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati