Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

પોરબંદરમાં પ્રથમ વખત નોકરી મેળવનાર ઉમેદવાર અને સંસ્થાઓ માટે ઉત્તમ તક

પી.એમ.વી.બી.આર.વાય. યોજનાનો લાભ લેવા થઈ અપીલ: પહેલી ઓગસ્ટથી 31 જુલાઈ સુધી થઈ શકશે રજીસ્ટ્રેશન

પોરબંદરમાં પ્રથમ વખત નોકરી શોધનારા અને એમ્પ્લોયર્સ માટે ઉત્તમ તક આપવામાં આવશે.
ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ કાર્યરત કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા ' પી.એમ.વી.બી.આર.વાય.' યોજના અંતર્ગત દેશના યુવાનો અને રોજગારદાતાઓ માટે નાણાકીય પ્રોત્સાહન આપતી એક વિશેષ જાહેરાત કરવામાં આવી છે.

આ યોજના પ્રથમ વખત નોકરી મેળવનારા ઉમેદવારો અને નવા કર્મચારીઓ રાખતા એમ્પ્લોયર્સ માટે એક ઉત્તમ તક સમાન છે.આ યોજના માટેનો રજીસ્ટ્રેશન સમયગાળો 1 ઓગસ્ટ થી 31 જુલાઈ 2027 સુધી નક્કી કરવામાં આવ્યો છે.પ્રથમ વખત નોકરીની શરૂઆત કરનાર ઉમેદવારોને તેમની પ્રથમ નોકરી માટે 15,000 સુધીનું પ્રોત્સાહન મેળવવાની તક મળશે.
આનાથી યુવાનો પોતાની કારકિર્દીની શરૂઆત આત્મવિશ્વાસ સાથે કરી શકશે.નવા કર્મચારીઓની ભરતી કરનાર સંસ્થાઓ કે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે, સરકાર દ્વારા દર મહિને 1,000 થી 3,000 સુધીની સહાય (પ્રતિ નવા કર્મચારી દીઠ) આપવામાં આવશે. આ આર્થિક મદદ વ્યવસાયના વિકાસ અને લાંબા ગાળાના રોજગારને ટકાવી રાખવામાં સપોર્ટ કરશે.સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ યોજનામાં કોઈ પણ પ્રકારની છુપી શરતો નથી. આ એક સંપૂર્ણપણે વાસ્તવિક, સરળ અને ફાયદાકારક યોજના છે, જેનો ઉદ્દેશ્ય દેશના યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત કરવાનો અને બિઝનેસ ક્ષેત્રને વેગ આપવાનો છે.
આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરવા અથવા વધુ વિગતો મેળવવા માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકાય છે અથવા ઈ.એસ.આઈ.સી. ની મુખ્ય વેબસાઇટ પર જાઓ. તમે સોશિયલ મીડિયા પર હેન્ડલ દ્વારા પણ અપડેટ્સ મેળવી શકાય છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati