Dailyhunt

પોરબંદરમાં રાહતદરે ફૂલસ્કેપ બુકનું થશે વિતરણ

શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે રવિવારે આયોજન

પોરબંદરમાં શ્રી મુખ્ય સ્વામિનારાયણ મંદિર ખાતે રાહતદરે ફુલસ્કેપ બુકનું વિતરણ થશે.
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની સેવા પરંપરાને આગળ વધારતા પોરબંદરમાં વિદ્યાર્થી હિત માટે એક ઉત્તમ સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું છે.સેવા હિ પરમો ધર્મ: ના મંત્ર સાથે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, પોરબંદર દ્વારા રાત દરે ફુલસ્કેપ બુક (ચોપડા) વિતરણ કાર્યક્રમ યોજાનાર છે.

સેવા પરંપરાનો સકારાત્મક પ્રયાસ
સ્વામિનારાયણ સંપ્રદાય હંમેશા માનવસેવાને સર્વોચ્ચ સ્થાન આપે છે.નિ:સ્વાર્થ ભાવથી સમાજને ઉપયોગી થાય તેવા કાર્યક્રમો યોજતા સંપ્રદાય દ્વારા આ વખતે વિદ્યાર્થીહિતને ધ્યાનમાં રાખીને આ અનોખું આયોજન કરવામાં આવ્યું છે.આ પહેલ દ્વારા આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને સહાયરૂપ થવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
કાર્યક્રમનું આયોજન અને પ્રેરણા
આ કાર્યક્રમ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરના ઉપક્રમે યોજાઈ રહ્યો છે.ગાદી સ્થાન જેતપુર ધામના મહંત સદગુરુ પ.પૂ. શાસ્ત્રી શ્રી નિલકંઠચરણદાસજી (ગુરૂજી) ની આગવી પ્રેરણાથી આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.તેમના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવકો દ્વારા તૈયારી કરવામાં આવી છે.
રાહતદરે ફુલસ્કેપ બુક વિતરણ
સંસ્થા દ્વારા ક્લાસમેટ કંપનીના 172 પેજના ફુલસ્કેપ બુક (ચોપડા) જેની બજાર કિંમત રૂ.45 છે, તે વિદ્યાર્થીઓને માત્ર રૂ. 30 ના રાહતદરે આપવામાં આવશે.આથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી સરળતાથી ઉપલબ્ધ થાય અને તેમના અભ્યાસમાં સહાય મળે તેવો ઉદ્દેશ્ય છે.વિદ્યાર્થીઓને આ સસ્તાદરે ગુણવત્તાયુક્ત બુક મળતા તેમને મોટી રાહત મળશે.
વિદ્યાર્થીઓ માટે ખાસ અપીલ
આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા માટે તમામ વિદ્યાર્થીઓને સમયસર હાજર રહી બુક મેળવવા વિનંતી કરવામાં આવી છે. સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને સહાયરૂપ થવા માટે મર્યાદિત સંખ્યામાં બુક ઉપલબ્ધ રહેશે,તેથી વહેલા આવનારને પ્રાથમિકતા આપવામાં આવશે.
આ સેવાકાર્ય તા.5.4.2026 નેરવિવારના રોજ સવારે 8:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, એસ.ટી. રોડ, હોટેલ ઇન્દ્રપ્રસ્થની સામેકાર્યક્રમ યોજાશે.
વિદ્યાર્થીઓના ભવિષ્યને મજબૂત બનાવવા માટે આ પ્રકારના સેવાકાર્યો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે.શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો આ પ્રયાસ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવશે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપશે.આ કાર્યક્રમથી સેવા, સહકાર અને શિક્ષણનો સુંદર સમન્વય જોવા મળશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati