Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પોરબંદરની મેડિકલ કોલેજને એમ.બી.બી.એસ.ની 100 બેઠકોની મંજૂરી મળી

પોરબંદરની મેડિકલ કોલેજને એમ.બી.બી.એસ.ની 100 બેઠકોની મંજૂરી મળી

શૈક્ષણિક વર્ષ 2026-27 માટે નેશનલ મેડિકલ કમિશન દ્વારા મંજૂરી મળી: સૌરાષ્ટ્રના તથા તમામ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ તબીબી શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ

પોરબંદરની જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજને 100 એમ.બી.બી.એસ. બેઠકોની મંજૂરી મળી છે.
જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ, પોરબંદરને શૈક્ષણિક વર્ષ 2026-27 માટે નેશનલ મેડિકલ કમિશન નવી દિલ્હી દ્વારા 100 એમ.બી.બી.એસ.

બેઠકોની મંજૂરી આપવામાં આવી છે.આ મંજૂરી મળતા પોરબંદર સહિત દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, ગીર-સોમનાથ અને આસપાસના જિલ્લાઓના વિદ્યાર્થીઓને પોતાના વિસ્તાર નજીક ગુણવત્તાસભર તબીબી શિક્ષણ મેળવવાની સુવર્ણ તક ઉપલબ્ધ બનશે. આ સિદ્ધિ રાજ્ય સરકાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જી.એમ.ઈ.આર.એસ. સોસાયટી, ગાંધીનગર તથા કોલેજના ડીનના માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષકો, અધિકારીઓ અને કર્મચારીઓના સતત પ્રયાસો, આયોજન અને ટીમવર્કનું પરિણામ છે.
કોલેજ ખાતે આધુનિક શિક્ષણ સુવિધાઓ, અદ્યતન પ્રયોગશાળાઓ, સજ્જ હોસ્પિટલ, અનુભવી ફેકલ્ટી તેમજ રાષ્ટ્રીય મેડિકલ શિક્ષણના ધોરણોને અનુરૂપ તમામ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેના આધારે નેશનલ મેડિકલ કમિશન દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
આ પ્રસંગે કોલેજ પરિવાર દ્વારા રાજ્ય સરકાર, નેશનલ મેડિકલ કમિશન, જી.એમ.ઈ.આર.એસ. સોસાયટી તથા આ મહત્વપૂર્ણ પ્રકલ્પમાં સહયોગ આપનાર તમામ વિભાગો અને અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવે છે. ભવિષ્યમાં જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ, પોરબંદર ઉત્તમ તબીબી શિક્ષણ, ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ અને સંશોધન ક્ષેત્રે નવા માપદંડો સ્થાપિત કરશે તથા સમાજને કુશળ અને સેવાભાવી તબીબો પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati