Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

પુત્રીની નણંદની હત્યાના ગુન્હામાં સંડોવાયેલી મહિલાની જામીન અરજી ફગાવાઇ

જૂનાગઢથી પુરૂસોતમ માસ નિમિત્તે પીયરીયે આવેલી મહિલા સાથે ઝપાઝપી થતા કબાટમાં માથુ અથડાતા થયુ હતુ મોત

પોરબંદરમાં પુત્રીની નણંદની હત્યાના ગુન્હામાં સંડોવાયેલી મહિલાની જામીન અરજી ફગાવાઇ છે. જૂનાગઢથી પુરુસોતમ માસ નિમિત્તે પીયરીયે આવેલી મહિલા સાથે ઝપાઝપી થતા કબાટમાં માથુ અથડાતા મોત થયુ હતુ.
અત્રે પ્રાપ્ત વિગત મુજબ ગત તા. 20-5-2026ના રોજ કમલાબાગ પોલસ સ્ટેશનમાં ફરીયાદી હિત કિરીટભાઇ પોપટ નામના વ્યક્તિએ એ મુજબની ફરીયાદ જાહેર કરેલી હતી કે આ કામના આરોપી સુહાસી જગદીશભાઇ લીલાધરભાઇ રાયચુરા, જગદીશ લીલાધરભાઇ રાયચુરા અને શિલ્પાબેન જગદીશ લીલાધર રાયુરાએ એકસંપ કરી ફરીયાદીના ઘરે જઇ ફરીયાદીની સાથે સુહાસીની થયેલ સગાઇ તોડવાના મુદ્ે માથાકૂટ કરી ફરીયાદીના માતા -પિતા તથા બે બહેનને ઢીકા પાટુનો માર મારી ફરીયાદીની મોટી બહેનને મારી નાખવાના ઇરાદે જોરથી ધકકો મારી કબાટમાં ભટકાડી નીચે પછાડી દેતા ફરીયાદીના બહેન બેભાન થઇ જતા એમ્બ્યુલન્સમાં ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લઇ જતા ત્યાં ફરજ પરના ડોકટરે ફરીયાદીના બહેનને તપાસી તેઓને મરણ ગયેલ જાહેર કરેલ હતા.

જે મુજબની વિગતવારની ફરીયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં જાહેર કરતા પોલીસ દ્વારા હત્યા તથા અન્ય કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા આરોપીને જેલહવાલે કરવામાં આવેલ હતા.
ત્યારબાદ સદર ગુન્હાનું ચાર્જશીટ પોલીસ દ્વારા કરવામા આવતા આરોપી શિલ્પાબેન જગદીશભાઇ રાયચુરા દ્વારા જામીનમુકત થવા સારુ તેમના વકીલ દ્વારા જિલ્લા અદાલતમાં જામીન અરજી કરવામાં આવી હતી. જે જામીન અરજીના વિરોધમાં મૂળ ફરીયાદી હિત કિરીટભાઇ પોપટ દ્વારા પોરબંદરના વકીલ એમ.જી. શીંગરખીયાને રોકી જામીન અરજીની સુનવણી સમયે જિલ્લા અદાલતમાં આરોપીને જામીન પર મુકત કરવા સામે સખત વાંધાઓ લેવામાં આવેલ હતા. તેમજ આરોપીના વકીલ દ્વારા જામીન અરજીના સમર્થનમાં વિગતવારની દલીલો કરવામાં આવેલી. જેની સામે ફરીયાદીના વકીલ દ્વારા પણ ધારદાર દલીલો રજુ કરેલી હતી. ત્યારબાદ જિલ્લા અદાલત દ્વારા બન્ને પક્ષોની દલીલો સાંભળી ફરીયાદી તરફે તેમના વકીલ દ્વારા રજુ કરવામાં આવેલ વાંધાઓ તથા દલીલો માન્ય રાખી આરોપી શિલ્પાબેન જગદીશભાઇ રાયચુરાની જામીનની અરજી નામંજૂર કરવાનો હુકમ અદાલતમાં જાહેર કરેલ હતો.
આ કામમાં ફરીયાદી તરફે જે.પી.ગોહેલની ઓફીસ વતી એડવોકેટ એમ.જી. શીંગરખીયા, એન. જી. જોષી, એમ.ડી.જુંગી, વી.જી. પરમાર, રાહુલ એમ. શીંગરખીયા, જિજ્ઞેશ ચાવડા, મયુર સાવનીયા, પી.બી. પરમાર, રીનાબેન ખુંટી, ધર્મેશ શીંગરખીયા, કૌશિક બામણીયા તથા ભાવિન શીંગરખીયા તથા દિવ્યેશ પર્વત રોકાયેલા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati