Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રાજકોટ એસટીએ 3 દિવસમાં ર.ર6 કરોડની કમાણી કરી

રાજકોટ એસટીએ 3 દિવસમાં ર.ર6 કરોડની કમાણી કરી

દિવાળીના તહેવારો દરમિયાન રાજકોટ એસટી વિભાગને મુસાફરોના ભારે ધસારાને કારણે આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજકોટ સહિત વિભાગના વિવિધ ડેપોમાંથી વધારાની બસો દોડાવવામાં આવી હતી. ખાસ કરીને ગોધરા, પંચમહાલ, ઝાલોદ, દાહોદ, અમદાવાદ અને વડોદરા તરફ મુસાફરોનો ધસારો રહ્યો હતો. વિભાગીય સૂત્રોના જણાવ્યા અનુસાર તા. 4 નવેમ્બરે રૂૂા. 74 લાખ, તા.

5 નવેમ્બરે રૂૂા. 77 લાખ અને તા. 6 નવેમ્બરે રૂૂા. 85 લાખથી વધુની આવક નોંધાઈ હતી.

આમ ત્રણ દિવસમાં જ રૂૂા. 2.36 કરોડથી વધુ આવક થઈ હતી. એક જ દિવસમાં 2,200 થી વધુ ટ્રીપો દોડાવવામાં આવી હોવાના અહેવાલ છે. રાજકોટમાં કામ કરતા પંચમહાલ અને ગોધરા વિસ્તારના શ્રમિકો પોતાના વતન જવા નીકળતાં બસોમાં ખાસ ભીડ જોવા મળી હતી. સોમનાથ, દ્વારકા સહિતનાં યાત્રાધામો તરફ પણ મુસાફરોની અવરજવર વધી છે. તહેવારો બાદ પરત ફરતા મુસાફરો માટે વધારાની બસોનું સંચાલન મહત્ત્વનું બન્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati