Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રાજકોટમાં બાઇક અકસ્માતમાં ઘવાયેલા ચાલકે દમ તોડયો

રાજકોટમાં બાઇક અકસ્માતમાં ઘવાયેલા ચાલકે દમ તોડયો

ટંકારાના છતરમાં સાપે ડંખ મારતા શ્રમિક યુવાનનું મોત

શહેરમાં આરટીઓ પાસે આવેલી શિવમ સોસાયટીમાં રહેતો યુવાન પોતાનુ બાઇક લઇ કરણાભાઇના ગાર્ડન પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે યુવાને ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થયુ હતું. જે બાઇક અકસ્માતમાં ઘવાયેલા યુવકનુ મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ આરટીઓ પાસે આવેલી શિવમ સોસાયટીમાં રહેતા ઉમેશ નાનજીભાઇ ડાભી નામનો 30 વર્ષનો યુવાન પોતાનુ બાઇક લઇ કરણાભાઇના ગાર્ડન પાસેથી જઇ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીજા બનાવમાં ટંકારાના છતર ગામે કારખાનામાં કામ કરતો ક્રિષ્નાકુમાર ભીલારામ રાજભર નામનો 26 વર્ષનો યુવાન રાત્રીના સમયે જમીને બેઠો હતો ત્યારે સાપ કરડી ગયો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા યુવકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. યુવાન મુળ બિહાર વતની અને ચાર ભાઇ બે બહેનમાં મોટો હોવાનું જાણવા મળ્યુ છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati