પુરૂષોની પાંચ અને મહિલાઓની ત્રણ ટીમો બતાવશે કાંડાનું કૌવત
રાજકોટ શહેર પોલીસ કમિશ્ર્નર બ્રજેશ કુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્ર્નર ચૈતન્ય મંડલીક સાનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ દળમાં શિસ્ત અને શારીરિક ફીટનેસ તથા ટીમ સ્પીરીટની ભાવના ઉદભવે તે માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા ડીજીપી કપ બાસ્કેટબોલ સ્પર્ધા - 2026-27 નું તારીખ 28/08/ 2026 થી 30/08/2026 સુધી દિન-03 માટે બાસ્કેટબોલ ગ્રાઉન્ડ, પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજન કરવામાં આવેલ.
જેમાં ગુજરાત રાજય પોલીસ દળની પુરૂૂષોની 05 તથા મહિલાઓની 03 ટીમોએ આ હરિફાઇમાં ભાગ લીધેલ છે. આ ડીજીપી કપ બાસ્કેટબોલ સ્પર્ધા 2026-27ના અનુસંધાને ઓમ્નીટેક એન્જિનિયરિંગ લિમિટેડ, રાજકોટ અને એહસાસ ટ્રસ્ટ, રાજકોટના સહયોગથી બાસ્કેટબોલ કોર્ટનું નવીનીકૃત કરી સિન્થેટીક ગ્રાઉન્ડ બનાવવામાં આવેલ છે. આ હરીફાઇની ઓપનીંગ સેરેમનીમાં મુખ્ય મહેમાન તરીકે પોલીસ કમિશ્ર્નર બ્રજેશકુમાર ઝા ઉપસ્થિત રહેલ. જ્યારે અન્ય અધિકારીઓમાં નાયબ પોલીસ કમિશ્ર્નર, ટ્રાફિક હરપાલસિંહ જાડેજા, નાયબ પોલીસ કમિશ્ર્નર, ક્રાઇમ જગદીશ બાંગરવા, નાયબ પોલીસ કમિશ્ર્નર, ઝોન-2 રાકેશ દેસાઇનાઓ તેમજ ઓમ્નીટેક એન્જિનિયરિંગ લિમિટેડના કિન્નરી ઉદયભાઇ પારેખ, એહસાસ ટ્રસ્ટના નિશ્ર્ચલભાઇ સંઘવી તથા તમામ એસીપીઓ, પો.ઇન્સ. ઉપસ્થિત રહેલ હતા. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા સા એ પોતાના ઉદબોધનમાં હરીફાઇમાં ભાગ લેનાર વિવિધ શહેર તથા યુનિટોમાંથી આવેલ તમામ ટીમોનુ અભિવાદન કરી ખેલાડીઓને ખુબ મહેનત કરી ખેલદીલીથી રમત રમવા અને સારૂૂ પ્રદર્શન કરી ઓલ ઇન્ડિયા પોલીસ ગેમ્સમાં સિલેક્ટ થઇ ગુજરાત પોલીસનુ નામ રોશન કરવા જણાવેલ. આ ડીજીપી કપ બાસ્કેટબોલ સ્પર્ધા 2026-27 પ્રથમ વખત રાજકોટ ખાતે આયોજન થઇ રહેલ છે.

