ગાંધીગ્રામ અને તાલુકા પોલીસે જુગારના 4 દરોડામાં 85 હજારની રોકડ કબ્જે કરી
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે ગાંધીગ્રામ પોલીસે ગુલાબનગર, અક્ષરનગર અને જામનગર રોડ ઉપર દરોડો પાડી જુગાર રમતા ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ સહીત 23ની ધરપકડ કરી 70 હજારની રોકડ કબ્જે કરી છે તેમજ તાલુકા પોલીસે જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લઇ 15 હજારની રોકડ કબ્જે કરી છે.
રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એચ. પી. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.બી.ઝાલા અને પ્રશાંતભાઈ ગજેરા સહિતની ટીમે બાતમી આધારે અક્ષરનગરમાં દરોડો પાડી જુગાર રમતા નિકુંજભાઈ સંતોષભાઈ સોલંકી, કમલેશગીરી અરવિંદગિરી ગોસાઈ, વિમલભાઈ મહેન્દ્રભાઈ જોષી, હરેન્દ્રસિંહ કરણસિંહ જાડેજા અને અમિતભાઇ પ્રેમરાજભાઈ ચૌધરીની ધરપકડ કરી રોકડા 45 હજાર કબ્જે કર્યા છે આ ઉપરાંત પીએસઆઈ એસ. વી. ગોહિલની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના શબ્બીરખાન મલેક સહિતને મળેલી બાતમી આધારે ગુલાબનગરમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી જુગાર રમતા જસુબેન ધીરુભાઈ બહોકીયા, મુકેશ ભુપતભાઇ મજેઠીયા, દિલીપ ગોરધનભાઈ છનિયારા મેહુલ કિશોરભાઈ હિરાણી, કુલદીપ દામજીભાઇ મશરૂ, પ્રદ્યુમનસિંહ નરવરસિંહ ઝાલા, સપનાબેન પરબતભાઇ ભરવાડ, તમન્ના સમીરભાઈ ચૌહાણ અને પાયલબેન ધર્મેન્દ્રભાઈ જાંબુડિયાની ધરપકડ કરી રોકડા 15,300 કબ્જે કર્યા છે જયારે રવિભાઈ ગઢવી સહિતની ટીમે બાતમી આધારે જામનગર રોડ ઉપર દરોડો પાડી જુગાર રમતા જ્યોતિબેન પ્રવીણભાઈ રૂગનાથ, નીલમબેન શૈલેષભાઇ અગ્રાવત, મુસ્કાનબેન ઇમરાનભાઈ ચાનીયા, રમાબેન કાથડભાઈ મકવાણા, પ્રશાંત રાજકુમારભાઈ જિનવાણી, વિશાલ રમેશભાઈ પંડ્યા, શૈલેષ ધીરુભાઈ બારીયા, નિલેશ ઘોઘાભાઈ મકવાણા અને શૈલેષ ભુપતભાઇ અગ્રાવતની ધરપકડ કરી રોકડા 10,530 કબ્જે કર્યા છે આ ઉપરાંત તાલુકા પોલીસ મથકના પીઆઇ મેઘાણીની રાહબરીઆં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ એ બી ચૌધરી, રાજેશભાઈ ગઢવી સહિતની ટીમે બાતમી આધારે કાલાવડ રોડ ઉપર આવેલ જાનકી કોમ્પ્લેક્ષમાં દરોડો પાડી ફ્લેટમાં જુગાર રમતા હર્ષિલ કિશોરભાઈ શાહ, પાર્થ અશોકભાઈ હિંડોચા, સંકુલ નવીનભાઈ સિમેજીયા, પ્રતીક રમેશભાઈ ચાવડા, મિહિર કમલેશભાઈ સોલંકી, મિત ભરતભાઈ દક્ષિણી અને રાજ ટલેહરામભાઈ ગિડલાણીની ધરપકડ કરી રોકડા 15,050 કબ્જે કર્યા છે.

