Dailyhunt
રાજકોટમાં કારમાંથી 56 હજારનો 432 બોટલ વિદેશી દારૂ ઝડપાયો માલવીયાનગર ડિ સ્ટાફે રોહીત ડાભીની 5.56 લાખના મુદામાલ સાથે કરી ધરપકડ

રાજકોટમાં કારમાંથી 56 હજારનો 432 બોટલ વિદેશી દારૂ ઝડપાયો માલવીયાનગર ડિ સ્ટાફે રોહીત ડાભીની 5.56 લાખના મુદામાલ સાથે કરી ધરપકડ

હેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને તેમની ટીમ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે આપવામાં આવેલી કડક સૂચનાઓના પગલે માલવીયાનગર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો અને લક્ઝુરિયસ કાર સહિત કુલ રૂ. 5.56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઘટનાની વિગત મુજબ, માલવીયાનગર પોલીસ સ્ટેશનના પી.આઈ.

જે.એમ. કૈલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પી.એસ.આઈ. પી.વી. ડોડીયા અને તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન એ.એસ.આઈ. કેતનભાઈ શેખલિયા, હેડ કોન્સ્ટેબલ અજયભાઈ વીકમા, કોન્સ્ટેબલ ભાવેશભાઈ ગઢવી અને જયદિપસિંહ ભટ્ટીને ચોક્કસ બાતમી મળી હતી કે એક શખ્સ કારમાં દારૂનો જથ્થો લઈને પસાર થવાનો છે. મળેલ બાતમીના આધારે પોલીસે ઉમાકાન્ત પંડિત ઉદ્યોગ નગર શેરી નંબર 2 ના ખૂણે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતી શંકાસ્પદ સિલ્વર કલરની હ્યુન્ડાઈ આઈ-20 કાર (નંબર ૠઉં-36-ઇ-8119) ને અટકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. કારમાં તપાસ કરતા પોલીસને 'રોયલ સિલેક્ટ ડેલક્સ વ્હિસ્કી' લખેલા કંપની સીલ પેક 432 નંગ ચપલા મળી આવ્યા હતા, જેની કિંમત અંદાજે રૂ. 56,160/- થાય છે. પોલીસે આ ગુનામાં સરીતા વિહારના પુલ પાસે રહેતા આરોપી રોહિતભાઈ રમેશભાઈ ડાભીની ધરપકડ કરી છે. પોલીસે રૂ. 56,160/- ની કિંમતનો દારૂ અને રૂ. 5 લાખની કિંમતની આઈ-20 કાર મળી કુલ રૂ. 5,56,160/- નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં માલવીયાનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.એમ. કૈલા, પી.એસ.આઈ. પી.વી. ડોડીયા, એ.એસ.આઈ. કેતનભાઈ શેખલિયા તથા સ્ટાફના અજયભાઈ વિકમા, પૃથ્વીરાજસિંહ ચુડાસમા, કૃણાલસિંહ ઝાલા, ભાવેશભાઈ ગઢવી, મનીષભાઈ સોઢીયા, જયદિપસિંહ ભટ્ટી અને અમરદિપસિંહ જાડેજા જોડાયા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati