Monday, 21 Sep, 6.35 pm જયહિન્દ

હોમ
રાજકોટમાં કવોરન્ટાઇન લોકોની દેખરેખ માટે 18 PSIની ટીમ તૈનાત

કોરોના સંક્રમણને અટકાવવા સાવચેતીના પગલા ભરતી સોસાયટીઓનું સન્માન

રાજકોટ તા. 21
કોરોના વાયરસની મહામારી પેલાતી અટકાવવા માટે સરકાર ની માર્ગદર્શીકા નું જાહેર જનતા દ્વારા ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસ ડિપાર્ટમેન્ટ ની ખુબજ મહત્વની ફરજ રહેલ છે. જે દરમ્યાન રાજકોટ શહેરની જાહેર જનતા સ્વસ્થ અને સુરક્ષીત રહે જે માટે પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ ના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસ દ્વારા કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકાવવા માટે લોક જાગૃતિ સાથે સાથે લોકો માર્ગદર્શીકાનું ચુસ્ત પણે પાલન કરે તે માટે નવતર પ્રયાસો કરી સાથો સાથ કડક કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. શહેર પોલીસ તથા મહાનગર પાલીકાના જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમની રચના કરવામાં આવેલી છે. જેમા મહાનગરપાલીકાના અધિકારી કર્મચારીઓ સાથે રાજકોટ શહેર પોલીસના કુલ 18 પો.સબ. ઈન્સ. ઓ ની ટીમ બનાવવામાં આવેલી છે. જે ટીમ દ્વારા કંટેન્મેનટ ઝોનમાં ક્વોરન્ટાઈન કરવામાં આવેલા લોકોની સતત દેખરેખ રાખવામાં આવે છે. તેમ જ ક્વોરન્ટાઈનનો ભંગ કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ ક્વોરન્ટાઈન થયેલા લોકોના મોબાઈલ ફોનમાં સેફ રાજકોટ એપ્લીકેશન ડાઉન્લોડ કરાવી તેમના ઉપર દેખરેખ રાખવામાં આવી રહેલ છે. હાલ સુધીમાં કુલ 7068 વ્યક્તિના મોબાઈલ ફોનમાં સેફ રાજકોટ એપ્લીકેશન ડાઉનલોડ કરી તેઓની દેખરેખ રાખવામાં આવી રહેલી છે.
રાજકોટ શહેર પોલીસના 1352 પોલીસ અધિકારી કર્મચારી હોમગાર્ડ ટી.આર.બી. ના જવાનો કોરોના વાયરસની મહામારી અટકાવવા માટે ખડેપગે ફરજ બજાવી રહેલ છે. તેમજ શહેરમાં સતત સરકારી વાહનમાં પેટ્રોલીંગ બંદોબસ્ત ગોઠવવમાં આવેલ છે. સોશ્યલ ડીસ્ટન્સીંગ તથા જાહેરનામાં નો ભંગ કરનાર વિરૂધ્ધ કુલ 14,863 કેસો કરવામાં આવેલ છે. તેમજ જાહેરમાં માસ્ક નહી પહેરનાર તથા જાહેરમાં થુંકનાર કુલ 1,42,006 લોકોને દંડ કરવામાં આવેલ છે. અનલોક-4 દરમિયાન કુલ 327 હોટલ, દુકાનો, મોલ, લારી, ગલ્લા, પાનની દુકાનો, ચાના થડા, ના સંચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. ડી માર્ટ જેવા મોલ ને મહાનગરપાલીકા દ્વારા રૂ. 25000 નોં દંડ પણ કરવામાં આવેલો છે.પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ દ્વારા સરકાર ની માર્ગદર્શીકા નું પાલન નહી કરનાર લોકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. સાથો સાથ લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે રાજકોટ શહેરની સોસાયટીઓ દ્વારા પોતાની સોસાયટીમા કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકે તે માટે સાવચેતીના પગલા લેવામાં આવેલ હોય જે બાબતે સોસાયટીના પ્રમુખ દ્વારા જે તે પોલીસ સ્ટેશન ખાતે તા. 23 સપ્ટેમ્બર સુધી તેની જાણ કરવાની રહેશે.

The post રાજકોટમાં કવોરન્ટાઇન લોકોની દેખરેખ માટે 18 PSIની ટીમ તૈનાત appeared first on Jai Hind.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati
Top