Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

રાજકોટમાં લોકમેળા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાપન માટે 7 માર્ગો ઉપર તમામ વાહનો માટે પ્રવેશબંધી, નો પાર્કિંગ

14 સ્થળોએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા : પોલીસ કમિશ્નરનું જાહેરનામુ પ્રસિદ્ધ

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે 2 સપ્ટેમ્બરથી થી 6 સપ્ટેમ્બર સુધીલોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે, ત્યારે લોકો સરળતાથી હરીફરી શકે તથા ટ્રાફિકનું સુચારુ સંચાલન થઈ શકે તે માટે શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા દ્વારા ટ્રાફિક વ્યવસ્થાપન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં રેસકોર્સ મેળાના મેદાનને જોડતા 7 રાજમાર્ગો ઉપર તમામ પ્રકારના વાહનોને નો પાર્કિંગ અને નો એન્ટ્રી જાહેર કરવામાં આવી છે તેમજ 14 સ્થળોએ ફરી પાર્કિંગની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

લોકમેળા દરમિયાન રેસકોર્સ રિંગ રોડ જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન, પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ, જૂના એન.સી.સી. ચોક, અંડર બ્રિજ સુધી તમામ વાહનો માટે પ્રવેશબંધ અને બંને બાજુ નો પાર્કિંગ જાહેર કરવામાં આવે છે, ટ્રાફિક શાખાથી પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ સુધી, આઈ.બી.ઓફિસથી રૂરલ એસ.પી.ના બંગલા સુધી, સુરજ-1 એપાર્ટમેન્ટથી લોકમેળાના મુખ્ય ગેઈટ સુધી, ચાણક્ય બિલ્ડિંગ ચોકથી જિલ્લા પંચાયત ચોક સુધી, વિશ્વા ચોકથી જુના એન.સી.સી. ચોક સુધી તમામ પ્રકારના વાહનોને નો પાર્કિંગ અને નો એન્ટ્રી ફરમાવવામાં આવી છે તેમજ રેસકોર્સ રિંગરોડ ફરતે લારી, ગલ્લા, પાથરણા, રેકડી રાખવાની મનાઈ ફરમાવી છે જયારે ચાણક્ય બિલ્ડિંગ ચોકથી શ્રોફ રોડ, ટ્રાફિક શાખા, રૂડા બિલ્ડિંગ જામનગર રોડથી એરપોર્ટ-ગાંધીગ્રામ તરફ જઈ શકાશે. ચાણક્ય બિલ્ડિંગ ચોકથી જિલ્લા પંચાયત ચોકથી કિસાનપરા ચોક તરફ જઈ શકાશે, આમ્રપાલી અંડરબ્રિજથી કિસાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોકથી પારસી અગિયારી ચોક તરફ જઈ શકાશે મેળા દરમિયાન ભારે વાહનોને રેસકોર્સ રિંગરોડ પર પ્રવેશબંધી રહેશે જયારે ફ્રી વાહન પાર્કિંગ માટે કિશાનપરા ચોક સાયકલ શેરિંગવાળી જગ્યા, નહેરુ ઉદ્યાન, બહુમાળી ભવન સામે, બાલભવન મેઇન ગેઇટથી આર્ટ ગેલેરી સુધીના રોડ પર, ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ, નવી કલેક્ટર કચેરી સામે, નગર રચના અધિકારીની કચેરી સામે, ગુજરાત રાજ્ય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્કનું ગ્રાઉન્ડ, આયકર ભવન પાછળ આવેલા પ્લોટમાં, સરકીટ હાઉસ સામે મેમણ બોર્ડિંગનું ગ્રાઉન્ડ, એસ.બી.આઈ. બેન્ક સામે શારદાબાગ પાસેનું ગ્રાઉન્ડ, કિસાનપરા ચોક કેપિટલ હોટલ પાછળનું ગ્રાઉન્ડ, ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ, સર્કિટ હાઉસ સામે આકાશવાણીની દીવાલ પાસે અને હોમગાર્ડ ઓફિસર કોલોની બહુમાળી ભવન સામે કાર-બાઈક-રિક્ષા માટે પાર્કિંગ વ્યવસ્થા રાખેલ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati