એક સપ્તાહ સુધી ટોર્ચરીંગ કરી નાણા પડાવ્યા બાદ 41 લાખની માંગણી કરતા નોંધાવી ફરિયાદ
પંચનાથ પ્લોટ 5 માં ગોતમ બુદ્ધ એપાર્ટમેન્ટમાં રહેતાં ગીતાબેન ભુપતરાય ભાયાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ અને તેમના પતિ ભુપતરાઈ સાથે રહે છે. તેઓને સંતાનમાં ચાર પુત્રીઓ છે. જે ચારેય અલગ અલગ શહેરમાં સાસરે છે. ગઈ તા.18 ના તેઓને એક વોટ્સએપ કોલ આવેલ અને કોલ કરનારે પોતે પોલીસ અધિકારી મુંબઈ ક્રાઈમ બ્રાંચના પોલીસ અધિકારી તરીકે ખોટી ઓળખ આપી હતી અને ગીતાબેનને સાયબર આતંકવાદ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવાનું જણાવી ડિજિટલ એરેસ્ટ કરી ભયભીત કર્યા હતા ત્યારબાદ વોટ્સ એપ મારફતે રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના નામે ખોટા દસ્તાવેજો મોકલી ગીતાબેન અને તેમના પતિ ભુપતભાઈને વિશ્ર્વાસમાં લઈ અલગ અલગ બેંક એકાઉન્ટમાં આરોપીઓએ ઓનલાઈન રૂૂ.55.50 લાખ ટ્રાન્સફર કરી લીધાં હતા.
દંપતીને એક અઠવાડિયાથી ડિજીટલ એરેસ્ટ કર્યા બાદ સાયબર માફિયાઓએ દંપતી પાસે વધુ રૂૂ.41 લાખ માંગ્યા હતાં.
દંપતી પાસે પોતાની મરણ મૂડી તમામ આરોપીને આપી દિધી હોવાથી વધું રૂૂપીયાની વ્યવસ્થા કરવાં પોતાની એફ.ડી. તોડવવા માટે મુંબઇ રહેતી પુત્રીને જાણ કરી હતી. મુંબઈ રહેતી પુત્રીએ માતા-પિતા સાથે સાયબર ફ્રોડ થયાનું જાણવા મળતા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ઉપર ફોન કરી સમગ્ર હકીકત જણાવી હતી, આ અંગેની માહિતી મળતા રાજકોટ સાયબર ક્રાઈમની ટીમ ગૌતમ બુધ્ધ એપાર્ટમેન્ટ ખાતે દોડી ગઈ હતી અને મા રહે છે, જેઓ છેલ્લા એક અઠવાડિયાથી ડિજીટલ એરેસ્ટ હોય અને તેઓએ ડિજીટલ એરેસ્ટમા કૂલ રૂૂ.55.50 લાખ જેટલી રકમ ડિજીટલ એરેસ્ટમા ગુમાવેલ ત્યારબાદ ભોગ બનેલ. આ દંપતી ખુબજ ડરી ગયેલ અને જે માહિતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે જાણ થતા ટીમે તાત્કાલીક ધોરણે દંપતીનો સંપર્ક કરી અને આ વૃધ્ધ દંપતીના ઘરે જઇને તેઓને ડિઝીટલ એરેસ્ટમાંથી છોડાવી તેઓનુ કાઉન્સિલિંગ કરી અને વધુ રૂૂ.41 લાખ ટ્રાન્સફર કરતાં અટકાવી ગુનો નોંધ્યો હતો. સાયબર ક્રાઈમના પીઆઈ એસ.ડિ.ફુલતરીયા, પી.આર. ડોબરીયા અને એમ.ડી ગઢવી અને સાયબર ક્રાઇમની ટીમ આ મામલે બેંક એકાઉન્ટની તપાસ કરી સાયબર માફિયાઓને પકડવા પણ તજવીજ હાથ ધરી છે.

