Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

રાજકોટના મોટા મવામાંથી યુવતિ મોંઘીદાટ દારૂની 24 બોટલ સાથે ઝડપાઈ

ક્રાઈમ બ્રાંચની ટીમે 66 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા મોટા મવા ગામ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાના હેતુથી ડીસીબી પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે એક સઘન રેડ ઓપરેશન હાથ ધર્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, મોટા મવા ગામ ખાતે કોરાટ શેરીમાં આવેલી શ્રી આસુતોષ રેસિડેન્સીના ફ્લેટ નંબર એ-102 માં એક મહિલા દારૂૂ વેંચાતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી.

જેના પગલે પોલીસ ટીમ દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને ઉપરોક્ત ફ્લેટમાં રોડો પાડવામાં આવ્યો હતો.આ દરોડા દરમિયાન ફ્લેટમાંથી કોઈપણ પ્રકારની પરમિટ વગર ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરવામાં આવેલો ભારતીય બનાવટની મોંઘી વિદેશી દારૂૂની 24 બોટલ મળી આવી હતી.જેના કારણે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી ઝીણવટભરી તપાસ અને પંચનામાની કાર્યવાહી દરમિયાન એક મહિલા(ઉંમર આશરે 40 વર્ષ) નામના મહિલા આરોપીના કબ્જામાંથી બેલેન્ટાઈન ફીનીસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વીસ્કી,બ્લેક ડોગ સેન્ચુરી બ્લેક રીઝર્વ બ્લેન્ડેડ સ્કોચ, બ્લેક એન્ડ વ્હાઇટ બ્લેન્ડેડ સ્કોચ વીસ્કી,બો-હો પ્રીમીયમ બ્લેન્ડેડ વ્હીસ્કી,એબ્યુસુલટ રાસબરી ફલેવર વોડકા અને 100 પીપર્સ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી 750 એમ.એલ. ક્ષમતાની ભારતીય બનાવટની વિદેશી દારૂૂની કુલ 24 નંગ બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા આ કુલ મુદામાલની બજાર કિંમત અંદાજે રૂૂા.

65,940/- હોવાનું પોલીસ રેકોર્ડમાં સ્પષ્ટ થયું છે. આ ગુના બદલ પોલીસે મહિલા વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટની કલમ 65(એ)(એ) તથા 116-બી હેઠળ ગુનો નોંધ્યો છે. ઘટના રાત્રિના સમયે બની હોવાને કારણે અને નિયમોને ધ્યાનમાં રાખીને આરોપી મહિલાને આગામી સમયમાં ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે તપાસ અર્થે હાજર રહેવા માટે સત્તાવાર નોટિસ પાઠવવામાં આવી છે. હાલ પોલીસ આ ગેરકાયદેસર દારૂૂના નેટવર્ક પાછળ અન્ય કોણ સંડોવાયેલ છે તે દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati