ગત વર્ષની સરખામણીએ સ્ટેમ્પ ડ્યુટીમાં એક વર્ષમાં ર9પ કરોડનું ગાબડુ: એક વર્ષમાં 46,227 હજાર દસ્તાવેજો ઘટયા
મવડી, કોઠારિયા, રૈયા, વાવડી અને મોરબી રોડ જેવા વિસ્તારો કે જે ભૂતકાળમાં પ્રોપર્ટીના હોટસ્પોટ ગણાતા હતા ત્યાં સૌથી મોટો ફટકો પડ્યો
સોના-ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ બાદ હવે રિયલ એસ્ટેટમાં પણ ઉતાર-ચઢાવના દોરમાં ફરી એકવખત મંદીનો ઓછાયો આવ્યો છે.
રાજકોટ શહેર અને જિલ્લાના પ્રોપર્ટી માર્કેટ અને રિયલ એસ્ટેનટ ક્ષેત્રમાં નાણાકીય વર્ષ 2024-2025 અને 2025-2026ના દસ્તા્વેજ નોંધણીના ડેટા જાહેર કરવામાં આવ્યા્ છે. જેમાં ગત નાણાકીય વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પ્રોપર્ટીના દસ્તાોવેજોની નોંધણી અને તેમાંથી થતી સરકારી આવકમાં ખૂબ જ મોટો ઘટાડો જોવા મળ્યોસ છે.આમ, સરકારી આંકડા મુજબ જ ગત વર્ષ કરતા 2025-26માં સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં રૂ. 295.82 કરોડનું નુકસાન (ઘટાડો) નોંધાયું છે
નાણાકીય વર્ષ 2024-2025 (01/04/2024 થી 31/03/2025) દરમિયાન વાત કરવામાં આવે તો સમગ્ર શહેર - જિલ્લામાં કુલ 1,59,825 દસ્તારવેજોની નોંધણી કરવામાં આવી હતી. આ દસ્તાોવેજોની નોંધણી થકી કુલ ફી પેટે 1,35,36,91,155 રૂપિયાની આવક થઈ હતી.જ્યા રે વપરાયેલ સ્ટેનમ્પ0 ડ્યુ ટી ની રકમ 8,06,56,10,075 રૂપિયા રહી હતી. આ તમામ રકમ મળીને રાજ્યર સરકારની તિજોરીમાં કુલ 9,41,93,01,230 રૂપિયા (અંદાજે 941.9 કરોડ)ની માતબર આવક જમા થઈ હતી. નાણાકીય વર્ષ 2025-2026 (01/04/2025 થી 31/03/2026) ના આંકડાઓ પ્રોપર્ટીની લે-વેચમાં આવેલી મંદી તરફ ઈશારો કરે છે. આ વર્ષ દરમિયાન નોંધાયેલા કુલ દસ્તાાવેજોની સંખ્યાર ઘટીને માત્ર 1,13,598 થઈ ગઈ છે. નોંધણી થકી મળેલ કુલ ફી ની આવક 92,49,31,855 રૂપિયા નોંધાઈ છે.વપરાયેલ સ્ટેઈમ્પર ડ્યુ.ટીની રકમ પણ નોંધપાત્ર રીતે ઘટીને 5,53,60,97,748 રૂપિયા થઈ છે. આખા વર્ષની કુલ આવક 6,46,10,29,603 રૂપિયા (અંદાજે 646.1 કરોડ) રહી છે. આમ, એક જ વર્ષના ગાળામાં દસ્તાાવેજોની સંખ્યોમાં અંદાજે 46,000 થી વધુનો અને કુલ આવકમાં અંદાજે 295 કરોડ રૂપિયાનો ધરખમ ઘટાડો નોંધાયો છે.
રાજકોટ-6 (મવડી) વિસ્તારમાં 40.33 કરોડનું ગાબડું
વર્ષ 2024-25માં અહીં 15,576 દસ્તાુવેજો સાથે કુલ 1,07,25,40,691 રૂપિયાની આવક થઈ હતી. વર્ષ 2025-26માં દસ્તાાવેજોની સંખ્યાટ ઘટીને 10,724 રહી છે, જ્યા4રે કુલ આવક 66,92,65,854 રૂપિયા થઈ છે. અંદાજે રૂ. 40.33 કરોડની આવકનો ઘટાડો નોંધાયો છે.
રાજકોટ-7 (કોઠારિયા)માં 19.58 કરોડનો ઘટાડો
વર્ષ 2024-25 માં 12,134 દસ્તા0વેજો નોંધાયા હતા (કુલ આવક: રૂ. 57.92 કરોડ).વર્ષ 2025-26 માં 7,482 દસ્તા5વેજો નોંધાયા (કુલ આવક: રૂ. 38.34 કરોડ)આ વર્ષમાં 4,652 દસ્તાાવેજો અને અંદાજે રૂ. 19.58 કરોડની આવકમાં ઘટાડો નોંધાયો છે.
ગોંડલમાં 13.08 કરોડની ઘટ
શહેરની બહાર ગોંડલ કચેરીમાં વર્ષ 2024-25માં 15,008 દસ્તાટવેજોની નોંધણી સાથે 64,89,51,194 રૂપિયાની કુલ આવક મેળવાઈ હતી.વર્ષ 2025-26માં આ સંખ્યાા ઘટીને 10,512 દસ્તાસવેજો અને 51,81,83,576 રૂપિયાની આવક સુધી પહોંચી છે.આ વર્ષ 4,496 દસ્તાાવેજો અને રૂ. 13.08 કરોડની આવકનો ઘટાડો નોંધાયો છે.
રાજકોટ-2 (મોરબી રોડ)માં 31.84 કરોડનું ગાબડું
રાજકોટ-2 મોરબી રોડ વર્ષ 2024-25માં આ કચેરીમાં જિલ્લામાં સૌથી વધુ 19,447 દસ્તાસવેજો નોંધાયા હતા અને કુલ 1,10,80,01,098 રૂપિયાની આવક થઈ હતી.જયારે વર્ષ 2025-26માં દસ્તાયવેજોની સંખ્યાવ ઘટીને 15,389 થઈ ગઈ છે. અને આવક 78,96,54,602 રૂપિયા નોંધાઈ છે.4,058 દસ્તાયવેજો અને રૂ. 31.84 કરોડની આવકનો ઘટાડો નોંધાયો છે.
રાજકોટ-3 (રતનપર)માં 31.36નો ઘટાડો
વર્ષ 2024-25 માં 11,975 દસ્તા8વેજો સાથે આવક: રૂ. 90.49 કરોડની આવક થઇ હતી. જે ઘટીને વર્ષ 2025-26 માં 8,130 દસ્તા7વેજો (આવક: રૂ. 59.13 કરોડ).ઘટાડો: 3,845 દસ્તા6વેજો અને રૂ. 31.36 કરોડનો ઘટાડો નોંધાયો છે.
રાજકોટ-5 (મવા) અને રાજકોટ-1માં રૂ.19.90 કરોડનું ગાબડું
ગત વર્ષે 9,399 દસ્તોવેજો અને રૂ. 100.97 કરોડની આવક સામે આ વર્ષે 6,519 દસ્તાોવેજો અને રૂ. 68.57 કરોડની આવક નોંધાઈ છે. 2,880 દસ્તા વેજોનો ઘટાડો નોંધાયો છે. રાજકોટ-1: ગત વર્ષના 10,398 દસ્તા9વેજો રૂ. 59.53 કરોડ સામે આ વર્ષે 7,638 દસ્તારવેજો રૂ. 39.63 કરોડ નોંધાયા છે.2,760 દસ્તાટવેજો ઘટાડો નોંધાયો છે. રૂ.19.90 કરોડની આવક ઓછી થઇ છે.
રાજકોટ-4 (રૈયા) અને 8 રૂરલ (ગ્રામ્યે)રૈયામાં દસ્તાવેજો ઓછા થયા
વર્ષ 2024-25 માં 12,031 દસ્તા વેજો નોંધાયા હતા, જે 2025-26 માં ઘટીને 9,307 થઈ ગયા છે. આ વર્ષે 2,724 દસ્તાોવેજો ઘટાડોનોંધાયો છે. (ગ્રામ્યધ): 9,024 દસ્તાયવેજોથી ઘટીને 6,386 દસ્તાોવેજો થયા છે. 2,638 દસ્તાોવેજો ઘટાડોનોંધાયો છે

