સાળા સાથે કેમ ઝઘડો કરે છે કહેતા ઘા ઝીકી દીધાની ફરિયાદ
રાજકોટના નાના મવા આરએમસી ક્વાટર પાસે રહેતા અને રીક્ષા ડ્રાયવિંગ કરતા વિજયભાઈ મનસુખભાઈ ભોજાણી ઉ.24એ ખોરાણા ગામના પારસ રાજેશભાઈ વાઘેલા અને રાજેશ ચનાભાઈ વાઘેલા સામે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 2 તારીખે મારા સાળાનું એક્ટીવા તેના ઘરે ખોરાણા ગામ દેવા 5ત્ની સાથે ગયો હતો બીજા દિવસે સવારે હું અને મારો સાળો કેવલભાઈ અમો બંને ચા પાણી પીને ખોરાણા ગામના ફાટક પાસે બેઠા હતા ત્યારે મારા સાળાને પૈસાની લેતી દેતી બાબતે ખોરાણાના પારસ વાઘેલા સાથે બોલાચાલી થઈ હતી તે જ માણસ ત્યાં આવ્યો હતો અને મેં તેને પૂછેલ કે મારા સાળા સાથે કેમ બોલાચાલી કરી ગાળો આપેશ તેમ કહેતા પારસ એકદમ ઉશ્કેરાઈને તેની પાસે રહેલ છરી વડે મને પેટના ભાગે છરકો મારતા તે જ સમયે તેના પિતા રાજેશભાઈ ચનાભાઈ વાઘેલાએ મને પાછળના ભાગેથી પકડી રાખેલ ત્યારે પારસએ મને ખંભાના ભાગે તથા ડાબી બાજુ ગાલના ભાગે એક એક વાર છરી મારી દીધી હતી અને મને લોહી નીકળવા લાગતા મારો સાળો કેવલ મને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યો હતો અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.
