Dailyhunt
રોજ નાના મોટા અકસ્માતો સર્જાતા વાહન ચાલકો ડર સેવી રહ્યા છે   પ્રાચી ગાંગેથા રોડ અતિ બિસ્માર છતાં તંત્રના ધ્યાને ન આવતા લોકો રોષે ભરાયાં

રોજ નાના મોટા અકસ્માતો સર્જાતા વાહન ચાલકો ડર સેવી રહ્યા છે પ્રાચી ગાંગેથા રોડ અતિ બિસ્માર છતાં તંત્રના ધ્યાને ન આવતા લોકો રોષે ભરાયાં

પાંચ મહિના પહેલા ખાતમુહુર્ત કરાયું હતું છતાં ત્યાંના ત્યાં

પ્રાચી ગાંગેથા રોડ અતિ બિસ્માર બની ગયો છે જેને લઈ રાહદારીઓ મુસાફરો વિધાર્થીઓને પારાવાર મુશ્કેલી ઓ પડી રહી છે છતાં તંત્ર ને ધ્યાને ન આવતા લોકો રોષે ભરાયાં છે સ્થાનિક લોકો સાથે વાત કરતા જણાવ્યું હતું કે પ્રાચી ગાંગેથા જોડતો રોડ હાલ ખાડા મા રોડ હોય એવી સ્થિતિમાં છે આ પ્રાચી ગાંગેથા રોડ પર નાના મોટા વાહનો ની સતત અવર જવર રહે છે પીપળવા રંગપુર, ભુવાવાડા અરણેજ સહિત ના ગ્રામ્ય વિસ્તારો ને જોડતો રોડ હાલ અતિ બિસ્માર હોવાથી કાયમ નાના મોટા અકસ્માતો સર્જાય રહ્યા છે તમામ રાહદારીઓ, વિધાર્થીઓ, નોકરિયાતો, તેમજ અબડાઉન, કરતા લોકો ને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે વારંવાર રજૂઆત છતાં કોઈ પગલા લેવામાં આવતા નથીવધુ મા જણાવ્યું હતું કે સરકાર દ્વારા તમામ ગ્રામ્ય વિસ્તારો ના રોડ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવશે જેથી આ પ્રાચી ગાંગેથા રોડ ઘણા સમય થી અતિ બિસ્માર હાલત મા હોવાથી આ પ્રાચી ગાંગેથા રોડ પણ મંજૂર કરવામાં આવ્યો હતો અને પાંચ મહિના પહેલા તા,20/11/2025 ના રોજ ધારાસભ્ય ના હસ્તે ખાતમુહુર્ત પણ કરવામાં આવ્યું હતું છતાં હજુ સુધી આ રોડ નું કામ શરૂ કરવા મા આવ્યું નથી વારંવાર રજૂઆત કરતા યોગ્ય તા મુજબ ખાડા બુરી લેવલ કરી દેવામાં આવે છે હાલ મા તો આ રોડ અતિ બિસ્માર હાલત મા છે અને પ્રાચી ગાંગેથા રોડ સિંગલ પટી રોડ હોવાથી મોટા વાહનો પસાર થતા હોવાથી નાના વાહન ચાલકો પણ મુશ્કેલી ઓ વેઠી રહ્યા છે તેમજ આ પ્રાચી ગાંગેથા રોડ પર ખાનગી કંપની ના વાહનો તેમજ કોડીનાર, ઘાટવડ, ગીર ગઢડા, ભગુડા, સહિત ના રૂટ ની એસ ટી બસો ની પણ અવર જવર રહે છે અને રોજ નાના મોટા અકસ્માતો સર્જાય રહ્યા છે જેથી લોકો વાહન ચલાવતા પણ ડરી રહ્યા છે.

છતાં તંત્ર ના ધ્યાને આવતું નથી કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યા છે તે જોવું રહ્યું વધુ મા સ્થાનિક લોકો એ એક અખબાર યાદી મા જણાવ્યું હતું કે આગામી દિવસો મા લોકોને રોડ ને લઈ પડી રહેલી મુશ્કેલી ને ધ્યાને લઈ સત્વરે રોડ નું કામ શરૂ કરવામાં નહીં આવે તો આગામી ચૂંટણી મા મતદાન કરવાનો બહિષ્કાર કરવામાં આવશે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati