Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સલાયામાં પાંચ દિવસ અગાઉ થયેલ ધરફોડ ચોરીમાં શખ્સની ધરપકડ

સલાયામાં પાંચ દિવસ અગાઉ થયેલ ધરફોડ ચોરીમાં શખ્સની ધરપકડ

ચોરીમાં વપરાયેલ સાધન સહિત રૂ. 65,440નો મુદ્દામાલ જપ્ત

સલાયા મરીન પોલીસે પાંચ દિવસ પહેલા થયેલી બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આરોપી રશીદ સુલેમાન ચમડીયા (રહે, સલાયા) ને મુદ્દામાલ અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો સાથે ઝડપી પાડ્યો છે.પાંચ દિવસ અગાઉ મોહર્રમની રાત્રે સલાયાના ડિવિ નગર વિસ્તારમાં બે ઘરોમાં તાળા તોડી રોકડ અને દાગીનાની ચોરી થઈ હતી, જે અંગે ફરિયાદ નોંધાઈ હતી.

આ ફરિયાદના આધારે સલાયા મરીન પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસ દ્વારા તપાસ શરૂ કરી હતી.તપાસ દરમિયાન પોલીસને ખાનગી રાહે માહિતી મળી હતી કે ચોરી કરનાર શંકાસ્પદ આરોપી રાત્રિના સમયે પોતાના ઘરે આવવાનો છે અને ચોરીનો માલ સગેવગે કરવાનો છે. આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન આરોપી રશીદ સુલેમાન ચમડીયાને પકડી પાડ્યો હતો.પૂછપરછ કરતા આરોપીએ ચોરી કરેલો માલ કાઢી આપ્યો હતો. વધુ તપાસ કરતા ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલા લોખંડની કોસ, ડ્રીલ, ડિસમિસ, લોખંડનો સળિયો, ધારદાર ચાકુઓ અને એરગન જેવા સાધનો પણ મળી આવ્યા હતા.આરોપીએ કબૂલ્યું હતું કે તે બંધ મકાનના ફળિયામાં પ્રવેશી કોસ વડે દરવાજાનું તાળું તોડતો હતો અને ત્યારબાદ કબાટના દરવાજા ખેંચીને તિજોરી ખોલી રોકડ તેમજ સોના-ચાંદીના દાગીનાની ચોરી કરતો હતો.આરોપી ગુનાહિત પ્રવૃત્તિ કરવાની ટેવવાળો છે અને છરી, ચાકુ તેમજ કોસ જેવા હથિયારો સાથે ફરતો હોય છે. પોલીસે તેની પાસેથી બંને ગુનામાં નોંધાયેલ સોના-ચાંદીના દાગીના, રોકડ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ સહિત કુલ રૂ. 65,440 નો મુદ્દામાલ કબજે કર્યો છે.સલાયા મરીન પોલીસના પીઆઈ જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ ઓમદેવસિંહ જાડેજા, પીઠાભાઈ જોગલ, વિપુલ ડાંગર અને કરણ સોંદરવા સહિતના સ્ટાફ દ્વારા આ કામગીરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. આ કાર્યવાહી એસપી જયરાજસિંહ વાળાની સૂચનાઓ અનુસાર કરવામાં આવી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati